Home Blog Page 1244

દીકરીના જન્મ પર IITમાં ભણેલા અંકિત જોષીએ છોડી લાખોની જોબ, કારણ જાણીને કહેશો પિતા હોય તો આવા

0

Ankit Joshi, who studied in IIT

  • ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે તેમણે પોતાની નવજાત દીકરીની સાથે સમય પસાર કરવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તેઓ એક કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.

સામાન્ય રીતે આપણા દેશમાં પિતા બન્યા બાદ લોકોને 10-12 દિવસની રજા મળે છે. ત્યારબાદ બાળકની લગભગ બધી જવાબદારીઓ માં ઉપર આવી જાય છે. પરંતુ એક પિતાએ તેના બાળકની (Child) સારસંભાળ કરવા માટે લાખોની નોકરી છોડી દીધી.

તેઓ ઈચ્છે છે કે નાની બાળકીની સાથે વધુમાં વધુ સમય વિતાવવામાં આવે. તેમના જણાવ્યાં મુજબ આ એક પ્રકારનુ કારકિર્દીમાં તેમનું પ્રમોશન છે. આ બધી વસ્તુઓ તમને થોડી અટપટી લાગી રહી હશે. પરંતુ આ વાસ્તવિકતા છે.

મારી પત્નીએ મારા નિર્ણયનુ સમર્થન કર્યુ :

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુરથી અભ્યાસ કરનારા અંકિત જોશીએ કહ્યું કે તેમણે પોતાની નવજાત દીકરીની સાથે સમય પસાર કરવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તેઓ એક કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા.

હ્યુમન્સ ઓફ બોમ્બેની સાથે એક ઈન્ટરવ્યુમાં પોતાના નિર્ણય અંગે અંકિત જોશીએ જણાવ્યું દીકરીના જન્મના થોડા દિવસ પહેલા મેં પોતાની હાઈ સેલેરીવાળી નોકરી છોડી દીધી. મને ખબર છે કે આ એક અજબ-ગજબ નિર્ણય હતો. લોકોએ તેમને ચેતવણી આપી હતી કે આગળ વસ્તુઓ થોડી વધારે મુશ્કેલ થઇ જશે. પરંતુ મારી પત્નીએ નિર્ણયનું સમર્થન કર્યુ.

ફોન પર Screen Guard લગાવતા પહેલા જાણી લો આ હકીકત, પછી નહી આ ભૂલ

0

Know this fact before installing Screen Guard

  • નવો ફોન ખરીદતાની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ (Tempered Glass) લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ મોબાઇલને નુકસાન પહોંચાડે છે.

નવો ફોન (New phone) ખરીદતાની સાથે જ મોટાભાગના લોકો તેના પર ટેમ્પર્ડ ગ્લાસ (Tempered Glass) લગાવે છે જેથી ફોનની સ્ક્રીન સુરક્ષિત (Protect the screen) રહી શકે. પરંતુ આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે જેઓ જાણે છે કે સ્ક્રીન ગાર્ડ (screen guard) મોબાઈલને નુકસાન પહોંચાડે છે. આનાથી માત્ર કોલિંગમાં (Calling) તકલીફ થતી નથી. પરંતુ યુઝર્સને લાગવા લાગે છે કે તેમનો ફોન ડેમેજ થઈ ગયો છે. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો.

બ્લોક થઈ જાય છે સેન્સર :

નવા સ્માર્ટફોનમાં આધુનિક ટચ ડિસ્પ્લે આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એમ્બિયન્ટ લાઇટ Ambient Ligh સેન્સર અને પ્રોક્સિમિટી Proximity સેન્સર હોય છે. પરંતુ જ્યારે આપણે આપણા ફોન પર સ્ક્રીનગાર્ડ મુકીએ છીએ ત્યારે આ સેન્સર બ્લોક થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આને કારણે ફોન કોલ દરમિયાન સ્ક્રીન લાઈટ હેરાન કરે છે. અને વાત કરતી વખતે તમારા ફોનમાં બીજી એપ ખુલે છે. આ સિવાય જ્યારે સ્ક્રીન પર ફિંગરપ્રિન્ટ હોય ત્યારે સ્માર્ટફોનને અનલોક કરવામાં તકલીફ પડે છે. અને ફોન મોડો ખુલે છે.

આ તકલીફથી કેવી રીતે મેળવશો છુટકારો?

હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉભો થવો જ જોઇએ કે આવી સ્થિતિમાં શું કરવું જેથી ફોનનું સેન્સર બ્લોક ના થાય અને ડિસ્પ્લે પણ સુરક્ષિત રહે? તો જાણી લો કે આ સમસ્યા મોટા ભાગે તે સ્માર્ટફોનમાં આવે છે જેમાં હલકી ક્વોલિટીના સ્ક્રીનગાર્ડ લગાવવામાં આવે છે. ભારતમાં તેની સંખ્યા ઘણી વધારે છે.

એટલા માટે નિષ્ણાતો હંમેશા સારી કંપનીના સ્ક્રિનગાર્ડનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હોય છે. હવે જ્યારે પણ તમે ફોન ખરીદો તે જ કંપની પાસેથી સ્ક્રીન પ્રોટેક્ટર ખરીદો. આનું કારણ એ છે કે કંપનીઓ જાણે છે કે સેન્સર ક્યાં લગાવ્યું છે. આને ધ્યાનમાં રાખીને કંપનીઓ સ્ક્રિનગાર્ડ તૈયાર કરે છે.

કેવી રીતે કામ કરે છે સેન્સર :

જ્યારે તમે તડકામાં જાઓ છો. ત્યારે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન લાઈટ આપોઆપ લાઈટ અનુસાર એડજસ્ટ થઈ જાય છે. આ એમ્બિયન્ટ લાઈટ સેન્સરના કારણે છે. તે જ સમયે જો ફોન ઓછી પ્રકાશવાળી જગ્યા પર હોય તો ફોનનો પ્રકાશ આપમેળે ઘટતો જાય છે.

Proximity Mobile સેન્સરની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા કાનની નજીક ફોન લો છો. ત્યારે તેની લાઈટ બંધ થઇ જાય છે. તમે એ જોયું જ હશે પરંતુ તમને ખબર નહીં પડે કે આવું કેમ થાય છે. તે આ સેન્સરને કારણે છે.

આ પણ વાંચો :-

ગુજરાતની ચૂંટણીમાં બંગાળ જેવા દ્રશ્યો : સુરતમાં BJP-AAP કાર્યકરો વચ્ચે પથ્થરમારો, વાહનોમાં નુકસાન-એક ઈજાગ્રસ્ત

0

Bengal-like scenes in Gujarat elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાંથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એવામાં ચૂંટણી પહેલા સુરતના યોગી ચોક (Surat’s Yogi Chowk) ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના (Aap Gujarat) કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. ઘટનાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો :

મળતી માહિતી અનુસાર શહેરના સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા.

પોલીસ અને CRPFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો :

આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલો કાબૂમાં છે. યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

20 નવેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકો પર સારંગપુર હનુમાનજી વરસાવશે કૃપા – લખો ‘જય શ્રી હનુમાન’

20 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઈકાલ જેવી જ રહેશે. એમાં કોઈ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા યથાવત રહેશે. ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. બપોર બાદ આવકમાં ઘટાડો થતો જણાય તથા બપોર બાદ થોડી તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુનઃ
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહન સુખ-મિલક્ત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઈને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્કઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિણામે આનંદમાં વૃદ્ધિ થાય. મિત્ર વર્તુળમાં વધારો નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળતું જણાય.

સિંહઃ
દિવસની શરૂઆતમાં આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોર બાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યાઃ
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍નસંતોષીઓનો સામનો કરવો પડે. પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યુટરને લગતા ધંધામાં લભા થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ-ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલાઃ
આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો. પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃશ્ચિકઃ
ગઈકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકાણો ટાળવા. જોકે સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રોથી લાભ મળતો જણાય. છતાં પણ માનસિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, કફનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્રે સફળતા. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભઃ
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે. આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીનઃ
બપોર સુધી દિવસ સારો છે. આવકમાં વધારો, પરિવારમાં શાંતિ, સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયતમાં અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

FIFA 2022 માં જલવો પાથરશે આ પ્લેયર્સની પાર્ટનર્સ, સુંદરતા જોઈ હારી જશે દિલ

In FIFA 2022, the partners of these players

  • ફીફા વર્લ્ડકપ 2022 નું આગાજ 20 નવેમ્બરથી કતારમાં યોજાશે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાના સ્ટાર ખેલાડી રમતાં જોવા મળશે.

ખેલાડીઓની સાથે સાથે તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ (girlfriend) પણ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં જલવો પાથરતી જોવા મળશે. આવો ફીફા વર્લ્ડકપ 2022 (FIFA World Cup 2022) માં ભાગ લઈ રહેલા 5 સ્ટાર ફૂટબોલર્સની પાર્ટનર્સ વિશે તમને જણાવીએ છીએ.

દુનિયાના સૌથી જાણિતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેમની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્ઝ પણ ફીફા વર્લ્ડકપ 2022 માં જોવા મળશે. જોર્જિના રોડ્રિગેઝ પોતાની સુંદરતા માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

લિયોનેલ મેસીની પત્ની એંટોનેલા રોકુજો પણ ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળશે. લિયોનેલ મેસી અને એંટોનેલા રોકુજોથી એકબીજાને ઓળખતા હતા અને તેમની લવ સ્ટોરી ખૂબ રોમેન્ટિક રહી છે.

બ્રાજીલના ફૂટબોલર અને ફોરવર્ડ નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડી ખૂબ ચર્ચામાં રહે છે. બ્રુના બિયાનકાર્ડીના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાહવાહી મેળવે છે. બ્રુના બિયાનકાર્ડી પણ આ ટૂર્નામેન્ટમાં નેમારને સપોર્ટ કરતી જોવા મળે છે.

ઉરૂગ્વેના સ્ટ્રાઇકર લુઇસ સુઓરેજની પત્ની સોફિયા બલબી પણ ફીફા વર્લ્ડ કપ 2022 માટે કતર પહોંચી ગઇ છે. સોફિયા બલબી ઉરૂગ્વેના મેચો દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી શકે છે.

જર્મનીના દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલર પોતાની રમત માટે ફેન્સ વચ્ચે ખૂબ છવાયેલા રહે છે, તેમની પત્ની લિસા મુલર પણ સોશિયલ મીડિયા સેંસેશન છે. લિસા મુલરના ફોટોઝ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

દરરોજ કરો ફક્ત તુલસીના 4 પાનનું સેવન, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મળશે રામબાણ ઈલાજ

Consume only 4 leaves of Tulsi daily

  • હિંદુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. રોજ તુલસીના 4 પાન ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

હિંદુ ધર્મમાં તુલસીને (Tulsi) પૂજનીય માનવામાં આવે છે. લોકો વિધિ-વિધાનથી તુલસીની પૂજા કરે છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ મહત્વ છે. તેમાં અનેક ઔષધીય ગુણો (Medicinal properties) પણ છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે દરરોજ તુલસીના 4 પાનનું સેવન કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને (Health) ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ રોજ તુલસીના 4 પાન ખાવાથી શું ફાયદા થાય છે.

કબજિયાતમાં રાહત :

તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેઓ ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે કામ કરે છે. તેથી પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ તુલસીના પાનનું સેવન કરી શકો છો.

શરદી અને ઉધરસ :

હવામાન બદલાવના કારણે વ્યક્તિને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે તુલસીના પાનનું સેવન ચા અને ઉકાળાના રૂપમાં કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરવામાં મદદ કરે છે. આ છાતીમાં કફ જમા થવાથી રોકવામાં મદદ કરે છે.

હૃદય :

તુલસીના પાનનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓકિસડન્ટ ગુણ હોય છે. તેઓ ફ્રી રેડિક્લસના નુકસાન સામે રક્ષણ આપવા માટે કામ કરે છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન તમારા હૃદય માટે ફાયદાકારક છે.

સ્ટ્રેસ અને ચિંતા :

આજકાલ ઘણા લોકો ખરાબ જીવનશૈલીના કારણે સ્ટ્રેસમાં રહે છે. આવી સ્થિતિમાં તુલસીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાલી પેટે તુલસી ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે.

આ પણ વાંચો :-

 

ચૂંટણી ટાણે મત માગવા જતાં નેતાઓનો વિરોધ ! વાવમાં મત માગવા ગયેલા ગેનીબેન ઠાકોરને જનતાએ ઘેર્યા, પ્રચાર છોડી…

0

The opposition of the leaders while asking for votes

  • ચૂંટણીને લઈને જ્યાં એક તરફ નેતાઓ વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કોંગ્રેસે ફરીથી ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોરે પણ પોતાના મતવિસ્તારમાં પ્રચારની શરુઆત કરી દીધી છે. જો કે ગેનીબેનને પોતાના જ મતવિસ્તારમાં લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણી પ્રચારમાં ગેનીબેનનો સ્થાનિકોએ કર્યો વિરોધ :

બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા આ વખતે ગેનીબેન ઠાકોરને રિપીટ કરી ફરી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેઓ પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. એવામાં ભરદાવા અને ટોભા ગામમાં તેમને સ્થાનિકોએ જ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ ગેનીબેનને ઘેરીને તમે કયા વિકાસના કાર્યો કર્યા તે મુદ્દે સવાલો પૂછ્યા હતા.

આ બાદ કોંગ્રેસના સમર્થકો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ગેનીબેન પ્રચાર અડધો મૂકીને ગાડીમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાનો વાડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ :

નોંધનીય છે કે બનાસકાંઠાની વાવ બેઠક પર આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. વાવ બેઠક પર હાલમાં કોંગ્રેસનો કબ્જો છે. જ્યારે ભાજપે અહીંથી સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ડો. ભીમ પટેલને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે.

સાબરકાંઠામાં અશ્વિન કોટવાલનો પણ વિરોધ :

ખાસ વાત છે કે ચૂંટણી ટાણે જ 5 વર્ષે એકવાર દેખાતા ઘણા નેતાઓને હાલમાં મત માગવા જતા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે.

તાજેતરમાં જ અશ્વિન કોટવાલ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં તેઓ પોતાને સવાલ પૂછનારા મતદારો સામે રોફ મારતા જોવા મળ્યા હતા. અશ્વિન કોટવાલનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

આ 5 બેંક સૌથી ઓછા વ્યાજ દર પર આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન, અહીં જાણો સંપૂર્ણ ડિટેલ્સ

0

These 5 banks are providing loans up

  • જો તમને અચાનક પૈસાની જરૂર હોય અને તમારી પાસે ગેરેન્ટી તરીકે રાખવા માટે કોઈ પ્રોપર્ટી નથી તો તમારા માટે પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

પર્સનલ લોન (Personal Loan) એ એક એવી લોન છે જેનો તમે કોઈ પણ કોલેટરલ ગેરંટી (Collateral Guarantee) વિના મેળવી શકો છો. જો તમને તમારા બાળકના લગ્ન, બીમારી વગેરે ખર્ચ માટે અચાનક 5 લાખ રૂપિયાની જરૂર પડી હોય તો દેશમાં પાંચ બેંકો એવી છે જે ખૂબ જ સસ્તા દરે પર્સનલ લોન (Personal Loan) આપી રહી છે. આવો જાણીએ આ બેંકો વિશે.

PNB બેંક  :

પંજાબ નેશનલ બેંક જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. આ બેંક તેના ગ્રાહકોને માત્ર 9.8 ટકાના વ્યાજ દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર કરી રહી છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર :

ત્યાં જ બેંક ઓફ મહારાષ્ટ્ર પણ તેના ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરી રહી છે. જો તમે 5 વર્ષ માટે 5 લાખની પર્સનલ લોન લો છો. તો બેંક તમને 8.9 ટકાના વ્યાજ દરે લોન ઓફર કરે છે.

યસ બેંક :

યસ બેંક તેના ગ્રાહકોને 5 વર્ષ માટે 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોએ દર મહિને 10,624 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

SBI :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 10.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દર મહિને 10,759 EMI તરીકે ચૂકવવા પડશે.

BOB :

બેંક ઓફ બરોડા ગ્રાહકોને રૂ. 5 લાખની પર્સનલ લોન પર 5 વર્ષના સમયગાળા માટે 10.2 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો :-

સુરત AAPમાં ભડકો ! નેતાઓને ખુલ્લા પાડવા માટે રાજુ દીયોરા કરશે મહાસંમેલન, પુરાવા રજૂ કરશે

0

Outbreak in Surat AAP! Raju Deora

  • આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે.

સુરત આમ આદમી પાર્ટીમાં (Aap Surat) ભડકો જોવા મળી રહ્યો છે. કતારગામ (Katargam) વિસ્તારમાં આપના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ (Raju Diyora) પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ (A serious allegation) છે. સાથે આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાની જાહેરાત પણ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે. તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે.

આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટ છે. 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. નારાજ 10 હજાર લોકોનું મહા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે એવા લોકોને સાઈટ કરવામાં આવ્યા છે.

જે લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આ પાર્ટીને એક પણ બેઠક પર જીતવા દઈશું નહીં.

આ પણ વાંચો :-

 

નોંધણી કરાવી છે પણ વોટર આઈડી કાર્ડ મળ્યું નથી ? તો આમ કરી શકાશે મતદાન

0

Registered but not received voter ID card

  • ચૂંટણી પંચના નવતર અભિગમથી “ફર્સ્ટટાઈમ વોટર”ની સંખ્યામાં વધારો. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મતદાર યાદી (Electoral Roll) પણ તૈયાર થઈ ગઈ છે. 01 જાન્યુઆરી ઉપરાંત 01 એપ્રિલ અથવા તો 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. જો કે મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ રજીસ્ટર છે તે તમામ મતદારો મતદાન કરી શકશે.

11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે :

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે.

જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે ફસ્ટ ટાઈમ વોટરોની સંખ્યામાં વધારો થયો છે.

મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા બાદ વોટર આઈડી કાર્ડ આપવામાં આવે છે. જે મતદાન કરવા જાય ત્યારે પુરાવવા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

મતદાન કરવા ક્યાં પુરાવા રજૂ કરી શકાય :

મતદાર ફોટો ઓળખ પત્ર, NPR હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મનરેગા જોબ કાર્ડ, આધાર કાર્ડ, ભારતીય પાસપોર્ટ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, પાનકાર્ડ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જાહેર સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલો ફોટો ધરાવતો ઓળખકાર્ડ, આમાંથી કોઈ એક પુરાવા રજૂ કરી મતદાન કરી શકાય છે.

આ પણ વાંચો :-