Home Blog Page 1198

રાખી સાવંતની વ્હારે આવ્યા મુકેશ અંબાણી, માતાની સારવાર માટે લંબાવ્યો મદદનો હાથ

0

Mukesh Ambani came across Rakhi Sawant

  • કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીનું દુઃખ વ્યક્ત કર્યું છે. રાખીએ જણાવ્યું કે માતા ઓળખી નથી શકતી અને ખાઈ પણ નથી શકતી.

ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) હાલ ખૂબ જ મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. એક તરફ રાખીને લગ્ન જીવનનું ટેન્શન છે. ત્યાં જ બીજી તરફ રાખીના માતા ગંભીર રીતે બીમાર છે. રાખી સાવંતના (Rakhi Sawant) માતા પહેલા કેન્સરથી (Cancer) પીડિત હતા.

કેન્સર બાદ હવે તેમને બ્રેઈન ટ્યૂમર (Brain tumor) થયું છે. ત્યાં જ હાલ તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં જ રાખીની માતાએ બીમારી પર વાત કરી છે. સાથે જ એમ પણ જણાવ્યું છે કે મુકેશ અંબાણી તેમના માતાની સારવારમાં મદદ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ કરી રાખીની મદદ :

કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીની દુઃખ બધાની સાથે શેર કર્યું છે. રાખીએ જણાવ્યું, ‘મમ્મી ઓળખી નથી શકતી. મમ્મી ભોજન પણ નથી કરી શકતી. મમ્મીની અડધી બોડી પેરાલાઈઝ થઈ ગઈ છે.’

આગળ રાખીએ જણાવ્યું, “હું અંબાણીજીનો ધન્યવાદ કરૂ છું. અંબાણીજી માતાની સારવાર માટે મદદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં જે વધારે પ્રાઈઝ હોય તેને ઓછી કરીને.” રાખીએ એમ પણ જણાવ્યું કે માતાને 2 મહિના માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. રાખીનો વીડિયો જોયા બાદ બધા તેમના માતાને સાજા થવાની દુઆ આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

રાજકોટ બાદ હવે વલસાડમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થીનું મોત, તબીબોએ આપ્યું ચોંકાવનારું કારણ

0

After Rajkot, now the ongoing class in Valsad

  • વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ, ગઈકાલે રાજકોટની વિદ્યાર્થિની રીયાનું ચાલુ ક્લાસે થયું હતું મોત.

વલસાડની (Valsad) કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની (JP Shroff Arts College) આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક (Heart attack) આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજકોટમાં પણ એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો ? 

રાજ્યમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વલસાડમાં એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં નિધન થયું છે. ઘટનાની વિગત એવી છે કે, વલસાડના મોગરા વાડી વિસ્તારના આકાશ પટેલ નામનો વિધાર્થી વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં S.Y.B.Aમાં અભ્યાસ કરે છે. જોકે આ આકાશ પટેલને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. જોકે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

રાજકોટમાં શું બની હતી ઘટના ? 

રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાંની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની રિયાનું મોત થયું છે અને વિધાર્થિની મોતનુ કારણ અજી સુધી અકબંધ છે. સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઈ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું કે મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઈ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી છે તેણે કહ્યું કે સ્કૂલનો સમય બદલો સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો.

આ પણ વાંચો :-

બેંગલુરુમાં સ્કુટી ચાલકે વૃદ્ધને 1 km સુધી ઢસેડ્યા, વીડિયો વાયરલ થતાં કરાઈ ધરપકડ

0

In Bengaluru, a scooty driver pushed an old man for 1 km

  • થોડા દિવસ પહેલા દિલ્હીના કંઝાવાલામાં મહિલાની સ્કુટીને ટક્કર મારીને તેને ૧૩ કિલોમીટર સુધી ઢસેડવાનો મામલો સામે આવ્યો હતો.

કર્ણાટકની (Karnataka) રાજધાની બેંગલુરુનો (Bengaluru) આવો જ એક કરુણ વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. અહીં વૃદ્ધ સ્કુટી સાથે લટકેલો છે. પરંતુ તેમની ચિંતા કર્યા વિના ચાલક તેમને ૧ કિલોમીટર સુધી ખેંચી જાય છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં વૃદ્ધને સ્કુટી સાથે લટકેલો જોઈ શકાય છે. જ્યારે ક્રુર સ્કુટી ચાલક વૃદ્ધના જીવની ચિંતા કર્યા વિના તેમને ઢસડી રહ્યો છે. એક રીક્ષાચાલકે તેની રીક્ષા સ્કુટીની સામે ઊભી કરી દેતા ક્રુર ચાલકને રોકાવાની ફરજ પડી હતી.

આ મામલામાં હદ્દ ત્યારે થઈ જ્યારે ક્રુર સ્કુટી ચાલકે પોતાની ભૂલ માનવાની જગ્યાએ વૃદ્ધને જવાબદાર ઠેરવ્યો હતો. એક રિપોર્ટ મુજબ વૃદ્ધની ઉંમર ૭૨ વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંગલુરુના મગાડી રોડ ઉપર રોન્ગ સાઈડમાંથી આવતા સ્કુટીએ ટાટા સુમો કારને ટક્કર મારી હતી.

જ્યારે ટાટા સુમો કાર ચાલકે અકસ્માત સર્જનારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ પોતાની સ્કુટી ભગાવી હતી. સ્કુટી સાથે ૧ કિલોમીટર સુધી ઢસડાતા વૃદ્ધની પરવાહ કર્યા વિના તેણે સ્કુટી હંકારતા પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં કારચાલકે મહિલાને ઢસડતા તેનું મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચો :-

પાગલ પ્રેમી સામે વધુ એક દીકરીની જિંદગીનો આવ્યો અંત : પાટીદાર પિતાના શબ્દો સાંભળી રડી પડશો.

One more daughter’s life ended in front of a crazy lover

  • પિતાએ રડતાં રડતાં કહ્યું-‘મારી રવિનાને ગાળો આપી આખી રાત સૂવા ના દેતો, દીકરીને ફોસલાવી એ લુખ્ખો બ્લેકમેઈલ કરતો’.

ગુજરાતમાં હવે પાગલ પ્રેમીઓ (Crazy Lover) દ્વારા દીકરીઓને બ્લેકમેઈલિંગ (Blackmailing), હેરાન કરવાના કિસ્સાઓમાં સતત વધારો થવા લાગ્યો છે. આપને સૌ જાણીએ છીએ કે, ત્યારે તાજેતરમાં જ ભાવનગર (Bhavnagar) જિલ્લામાં યુવતીને હેરાન કરવાના એક મહિનામાં બે કિસ્સા સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં બનાવ બન્યો છે. ગયા ડિસેમ્બરમાં મોટાસુરકા ગામે લુખ્ખાં તત્ત્વોના ત્રાસથી કંટાળીને સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી. જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે હવે સિંહોરની ઘટનાના એક મહિના બાદ ગારિયાધારના ઠસા ગામમાં રવિના નામની 27 વર્ષની યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યાર બાદ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘરની અગાશીએ ઝેરની બોટલ ઘા કરી મરવા મજબૂર કરી હતી.

પાગલ પ્રેમી સચિન વોરાના ત્રાસથી દીકરી ગુમાવનારા રવિનાના પિતા રામજીભાઈ કાનાણીના શબ્દો તમને રડાવી દેશે :

સચિન વોરા નામનો યુવક છેલ્લા બે મહિનાથી મારી દીકરી રવિનાને આખી આખી રાત સૂવા ના દેતો, ફોનથી એટલી પરેશાન કરતો અને ગાળો લખી ધમકી દેતો- હું આવો છું અને તેવો છું. હું આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. દીકરીએ મેસેજ બતાવ્યા કે જો આવું આવું લખે છે, ગાળો લખે છે. નાલાયકોની વાતો કરવામાં પણ આપણે રાજી નથી. દીકરીએ ક્યારેય આવું પગલું ભરી લેશે એવું લાગવા જ દીધું નહીં. અમારી કઠણાઈ હશે, તે ઓચિંતું પગલું ભરી લીધું’

સુસાઈડ નોટ માં લખ્યું ‘મને માફ કરજો પપ્પા…’ :

સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મેં સુસાઈડ મારા પરિવારના લોકોના દબાણથી નથી કરતી. મને સચિન વોરા ખૂબ જ હેરાન કરી રહ્યો છે અને તેથી હું સુસાઇડ કરું છું. સચિન મને મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યો છે. પહેલા અમારી વચ્ચે જે કાંઈ હતું એમાં મેં ના પાડી દીધી હતી. મેં એને કઈ દીધું હતું કે આપડા વચ્ચે હવે બધું પૂરું.

ત્યારે તે મને ફોટાથી બ્લેકમેલ કરતો હતો અને ખુબ જ ગંદા મેસેજ કરતો હતો. મને ધમકીઓ પણ આપતો હતો. મને ખરાબ બોલતો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે મારા પરિવારને જાણ થઇ અને બે મહિનાથી બધાને તેને સમજાવે છે. સચિનના પરિવારના લોકો પણ માનતા નથી અને મને બ્લેકમેલ કરે છે. સચિન રોજ મને મેસેજ કરીને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે.

raveena kanani sui cide bhavnagar4 - Trishul News Gujarati bhavnagar, ગારિયાધાર, ઠસા

સચિને અમારા બંનેના ફોટા મારા ભાઈના ફોનમાં પણ મોકલ્યા હતા. મારા આપઘાત પાછળનું કારણ સચિન વોરા છે આ બધું તે જ કરી રહ્યો છે. મારા સુસાઈડ પાછળ મારા પરિવારનો કોઈ પણ હાથકે વાક નથી. સચિને મારી સાથે ખુબજ ખરાબ વર્તન કર્યું હતું અને તેથીજ હું આ પગલું ભરી રહી છું.

એક વાર સચિનના પપ્પા અને કેશુભાઈએ મને પૂછ્યું હતું કે, ‘તારે સચિન સાથે લગ્ન કરવાની ઈચ્છા છે?’ અને ત્યારે મેં ના કહી દીધી હતી કે ના મારે સચિન સાથે લગ્ન નથી કરવા. ત્યાર બાદ મારા પપ્પાએ ઘણી વાર બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર ન હતા.

રવિનાએ વધુમાં લખ્યું કે, સચિના પેન ડ્રાઈવ, લેપટોપ અને ફોનમાં મારા વિડીયો અને ફોટા છે. તે મને આ વિડીયો અને ફોટા બધાને મોકલીને બ્લેકમેલ કરે છે. મારા વિડીયો અને ફોટા બીજા શેમાં છે એ મને નથી ખબર પણ આ બધું મારા માર્યા પછી મિટાવી દેજો એટલે મારા લીધે મારા પરિવારના લોકોને વધુ કઈ તકલીફ ન પડે.

પપ્પા મને માફ કરજો સોરી, આ પગલું ભરતા પહેલા મેં તમને પૂછ્યું નથી પણ હવે હું આ બ્લેકમેલથી કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી.

Bhavnagar

23 વર્ષની શિક્ષિકા 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પિતા પોલીસ પાસે પહોંચ્યા

0

23-year-old teacher chases away 16-year-old student

  • નોઈડાનાં સેક્ટર-123માં સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેનારા વિજય શુક્લાએ આરોપ લગાવ્યો છે કે તેમના 16 વર્ષીય છોકરાને ટ્યૂશન ભણાવનારી 23 વર્ષીય ટીચરે તેનું અપહરણ કરેલ છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) નોઈડામાં એક ટીચર પોતાના જ 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોવાનો બનાવ બન્યો છે. હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ શિક્ષિકા (Teacher) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો છોકરો :

વિગતો મુજબ, નોઈડાના સેક્ટર 123માં રહેનારી 23 વર્ષની શિક્ષિકા બાળકોને ઘરમાં ટ્યુશન ભણાવતી હતી. આ શિક્ષિકાના ઘરની સામે જ એક 16 વર્ષનો છોકરો રહેતો હતો. આ છોકરો પણ શિક્ષિકા પાસે ભણવા માટે જતો હતો. આ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને રવિવારે બંને ઘરેથી ભાગી ગયા.

આંટીના ઘરેથી જવાનું કહીને શિક્ષિકા સાથે ભાગી ગયો છોકરો :

છોકરાના પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો રવિવારે 1.30 વાગ્યે આન્ટીના ઘરે જવાની વાત કહીને નીકળ્યો હતો. જોકે મોડી સાંજ સુધી તે ઘરે પરત નહોતો ફર્યો. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના સગીર દીકરાને 22 વર્ષની શિક્ષિકા ફોસલાવીને ભગાડી ગઈ. હાલમાં પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે હતો પ્રેમ સંબંધ :

આ અંગે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે છોકરો શિક્ષિકા પાસે જ ટ્યુશન જતો હતો. પ્રેમ પ્રસંગની પણ વાત સામે આવી છે. સર્વેલાન્સ અને અન્ય માઘ્યમોથી બંનેની ભાળ મેળવવામાં આવી રહી છે. જલ્દી જ બંનેને શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચો :-

શિયાળામાં સતત વધી રહ્યું છે વજન ? તો આ વસ્તુઓ ખાવાથી જે ચરબી ચઢી હશે એ ઉતરી જશે !

Constantly increasing weight in winter

  • શિયાળાની સિઝન વિશે કહેવાય છે કે આ તો ખાવા-પીવાનો સમય છે. કારણ કે ગરમીમાં કે ચોમાસામાં લોકો વધારે ખોરાક લઈ નથી શકતા. તેથી આ ચાર મહિનામાં જ લોકો સારા પ્રમાણમાં ખોરાક લેતા હોય છે.

મોટાભાગના લોકોનું શિયાળાની ઋતુમાં (Winter season) વજન વધવાનું શરૂ થાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે આ સિઝનમાં ખૂબ ભૂખ છે સાથે જ ખાદ્ય ચીજો પણ ઝડપથી પચાવી જાય છે. બીજી તરફ તમને ઠંડા વાતાવરણમાં ચાટ, પકોડા અને બીજા ઘણા મસાલેદાર નાસ્તા ખાવાનું પણ મન થાય છે.

વજન ન વધે તો પણ પેટની ચરબી વધી જાય છે. જો શિયાળાની ઋતુ વજન વધવાનું કારણ હોય તો આ સિઝનમાં કેટલીક વસ્તુઓ ખાઈને વજન ઘટાડવાનું પણ સરળતાથી કરી શકાય છે.

મેથી :

મેથી વજન ઘટાડવામાં અસરકારક છે. મેથીના પાનમાં ફાઈબર ભરપૂર હોય છે. તેમાં વિટામિન, મિનરલ્સ, પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. શિયાળામાં મેથીના પરોઠા, રાયતા અને બ્રાઉન રાઈસ મેથીમાં ઉમેરીને પુલાવ બનાવી શકાય છે. મેથી ખાવાથી વજન કંટ્રોલ રહે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

ગાજર :

ગાજરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા આવશ્યક પોષક તત્વો ભરપૂર હોય છે. ગાજર આંખોની રોશની વધારે છે તેમજ ત્વચાને ચમકતી બનાવે છે. બીજી તરફ પેટની ચરબી ઘટાડીને સ્લિમ-ટ્રીમ લુક જોઈતો હોય તો રોજ સવારે એક ગ્લાસ ગાજરનો રસ પીવો જ જોઈએ.

બીટ :

શિયાળામાં બીટ ખાવું ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં એનિમિયાને રાહત આપે છે. અને માત્ર 3-4 દિવસમાં તમારી ત્વચા પર કુદરતી ચમક જોવા મળશે. બીટરૂટમાં વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. બીટ રૂટ ખાવાથી વજન સરળતાથી ઓછું થાય છે.

આ પણ વાંચો :-

ભેંસને બચાવવા વાંદરાઓએ સિંહણ સાથે બાથ ભીડી, પછી જે થયું જોઈને ડરી જશો

The monkeys bathed with the lioness

  • બધા જાણે છે કે વાંદરાઓ બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

બધા જાણે છે કે વાંદરાઓ (Monkey) બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો (Videos) જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

વાંદરાઓ વિશે એવું કહેવામાં આવે છે કે તે કોઈનાથી ડરતા નથી. પરંતુ તેઓ બીજાને ડરાવે છે. પછી તે ભલે સિંહ હોય કે પછી દીપડો હોય. જો કે જંગલી પ્રાણીઓને લગતા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ વાંદરાઓનો આજનો વીડિયો તમને ખૂબ હસાવશે.

આજના વાયરલ વીડિયોમાં ત્રણ પ્રાણીઓ છે. વાંદરો, સિંહણ અને એક ભેંસ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જંગલી ભેંસ ઝાડ પાસે ઉભી છે. એ ઝાડ પર ઘણા વાંદરાઓ પણ છે. તે જ સમયે નજીકમાં થોડા અંતરે એક સિંહણ બેઠી છે, જે ભેંસના શિકારની રાહ જોઈ રહી છે. પરંતુ વાંદરાઓ કદાચ સિંહણના ઈરાદાને સમજી જાય છે અને તેઓ સિંહણને સતત ચીડવવા લાગે છે. તેઓ ઝાડ પર જ એટલા બધા કૂદકા મારે છે કે સિંહણનું ધ્યાન ભટકી જાય છે અને ભેંસ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.

સિંહણ ભેંસનો શિકાર તો નથી કરી શકતી પરંતુ વાંદરાઓ પર ચોક્કસપણે ગુસ્સે ભરાય છે. ક્રોધિત સિંહણ વાંદરાઓ સાથે ઝાડની નીચે આવીને બેસે છે જેથી હવે તે વાંદરાઓનો શિકાર કરી શકે. પરંતુ વાંદરાઓ તો હોંશિયાર છે ને તેઓ વારંવાર ઝાડ પરથી અડધે સુધી આવવાની એક્ટિંગ કરે છે જેવી સિંહણ આવે કે ફટાક કરતા ફરી ઝાડ પર ચડી જાય છે.

આ પણ વાંચો :-

Flight Ticket Booking : સસ્તી થઈ હવાઈ યાત્રા, માત્ર 1199માં દેશભરમાં કરો મુસાફરી ! હમણાં બુક કરો

0

Flight Ticket Booking

  • જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઈન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

જો તમે પણ મોંઘી એર ટિકિટથી (Air ticket) પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર (Go first offer) ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઇન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

Go First દ્વારા ટ્વીટ :

Go First એ ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે માત્ર રૂ.1199માં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરી શકશો. આ સાથે તમારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 6599 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્ડિયન એરલાઈન તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

ફ્રી રિશેડ્યુલિંગ અને કેન્સલેશનની પણ મળશે સુવિધા :

તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરમાં તમને ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા મળી રહી છે. આ સાથે જ તમને ફ્રી કેન્સલેશનનો લાભ પણ મળશે એટલે કે જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Go Firstની ઓફરમાં 1 મિલિયન સુધી સીટ મળશે :

ગો ફર્સ્ટના આ સેલમાં 1 મિલિયનથી વધુ સીટો ઉપલબ્ધ હશે. જેના માટે તમે બુક કરી શકો છો. તમે આ સેલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2023 સુધી બુક કરી શકો છો. આ સાથે જો આપણે મુસાફરીના સમયગાળા વિશે વાત કરીએ તો તમે 4 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી મુસાફરી કરી શકો છો. તમે આવનારા 8 મહિના માટે ટિકિટ બુક કરાવી શકો છો.

કંપનીના અધિકારીએ આપી માહિતી :

ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઓફર દ્વારા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સસ્તી, આરામદાયક અને સુવિધાજનક હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરો :

ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale/ ની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને આ ઓફર વિશેની બધી જ જાણકારી મળી  રહેશે.

આ પણ વાંચો :-

 

દુબઈ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યું ! ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ

0

Kutch showed that Dubai-Pakistan could not do it

  • વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે.

ભારતનો ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને (Kutch) મોટી સફળતા મળી છે. દુબઈ-પાકિસ્તાનમાં પણ ઊંટના દૂધમાં વાસ તો રહે જ છે. ત્યારે ઊંટની ઉપયોગિતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઈન્સ્યુલિન’નું (Insulin) પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.

અગાઉ 20 રૂપિયે લીટર ઊંટડીનું દૂધ વેચાતું અને હવે 50 રૂપિયે લિટર મળે છે. વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઈ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઈ નથી.

કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે. અહીં હાલ 13,300 ઊંટ છે. જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઈ ઊંટની જાત લુપ્ત થઈ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે.

જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો :-