કાર ખરીદવી થશે મોંઘી : Maruti Suzukiનો ગ્રાહકોને મોટો ઝટકો ! Altoથી લઈને Brezzaમાં કર્યો ભાવ વધારો..

Share this story

Buying a car will be expensive

  • મારુતિ સુઝુકીએ તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કર્યો છે અને આ નવી કિંમતો જે ગઈ કાલે એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થઈ ગઈ છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) આજે તેના વાહનોમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેનાં તમામ મોડલની એક્સ-શોરૂમ (Ex-Showroom) કિંમતમાં લગભગ 1.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવી કિંમતો  ગઈ કાલથી એટલે કે 16 જાન્યુઆરી 2023થી જ લાગુ થશે. જો કે કંપની દ્વારા કરવામાં આવેલ આ ભાવવધારો અલગ અલગ મોડલ પ્રમાણે અલગ હશે.

જો કે મારુતિ સુઝુકીએ હજુ સુધી એવી કોઈ માહિતી શેર કરી નથી કે કયા મોડલની કિંમતમાં કેટલો વધારો થશે. જણાવી દઈએ કે આ ભાવ વધારો કંપનીના વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. મારુતિ સુઝુકી વ્હીકલ લાઈનઅપમાં હાલમાં સૌથી સસ્તી અલ્ટોથી ગ્રાન્ડ વિટારા જેવા વાહનોનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી સાથે જ ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી બ્રાન્ડ્સે પણ જાન્યુઆરી મહિનાથી તેમના વાહનોની કિંમતો વધારવાની યોજના બનાવી છે.

આ સાથે જ આ ભાવ વધારા પાછળનું કારણ જણાવતા વાહન કંપનીઓએ ઈનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો હતો. જો કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને દર વર્ષે મોટાભાગના વાહન ઉત્પાદકો વર્ષની શરૂઆતમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરે છે. આ સિવાય સેમિકન્ડક્ટરનો પુરવઠો, સપ્લાય ચેઈન વગેરે પણ વાહનોની કિંમતમાં આવતા આ વધારાનું એક મુખ્ય કારણ છે. આ સતહે જ તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી હરિયાણામાં નવી ફેક્ટરી પણ તૈયાર કરી રહી છે.

હાલમાં જ ટર નોઈડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં (Auto Expo) મારુતિએ તેની પહેલી ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર eVX સમક્ષ રજૂ કરી હતી અને આ ઉપરાંત કંપનીએ આ મોટર શોમાં તેની બહુપ્રતિક્ષિત ઓફરોડિંગ SUV Jimny 5- ડોરનું પણ અનાવરણ કર્યું છે. જણાવી દઈએ કે આ SUV પણ ટૂંક સમયમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. આ સિવાય મારુતિ સુઝુકીએ ઓટો એક્સપોમાં (Auto Expo) તેની નવી SUV Fronx પણ રજૂ કરી છે, જેનું સત્તાવાર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-