ટાટાના હાથ પડતાં જ ચેતનવંતી બની એર ઈન્ડીયા ! એકઝાટકે ખરીદશે 500 વિમાન

Share this story

Air India became Chetanvanti as soon as Tata’s hands fell

  • કોરોનાકાળ બાદ હવાઈ મુસાફરોની માંગને લઈ એર ઈન્ડિયા દ્વારા 500 નવા વિમાનના ઓર્ડર કરવામાં આવી શકે છે.

કોરોના કાળ બાદ હવાઈ ​​મુસાફરોની (Air passengers) સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ઉડ્ડયન ક્ષેત્રે ચેતનવંતા પ્રાણ પુરાયા છે. ત્યારે હવાઈ મુસાફરીની વધતી સંખ્યાને પગલે એર ઈન્ડિયા (Air India) દ્વારા એકી સાથે 500 નવા વિમાન ઓર્ડર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જેને લઈને ટાટા જૂથ (Tata Group) અન્ય એરલાઈન્સના દબદબાને પડકારી શકે છે.

ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે :

એરલીઝ કોર્પના ચેરમેન સ્ટીવન ઉદ્વાર હેજીએ એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આવી રહ્યા છે જે બેકફૂટ પર હતી. પરંતુ હવે પોઝીટીવ ટ્રેન્ડ નજર આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે, જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે જેમાં A320neos, A321neos and (Boeing) 737 MAXs નો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત, 100 વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર અપાશે. જેમાં (boeing) 787s, 777X, (air bus A350s અને 777 freighters સમાવેશ થઈ શકે છે. જો કે આ ડીલ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય :

મહત્વનું છે તે ટાટા ગ્રુપએ એર ઈન્ડિયાનું શુકણ સંભળ્યાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વધારાને લઈને કામ કરી રહ્યું છે. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટાટા કંપની તેની ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. એર ઈન્ડિયામાં ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો ધરાવશે.

હાલ સિંગાપોર એરલાઇન્સ ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. મહત્વનું છે કે ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય જમાવવા માંગે છે. વિલીનીકરણના બાદ એર ઈન્ડિયા એરક્રાફ્ટની સંખ્યા અને હિસ્સાની દ્રષ્ટિએ બીજી નંબરની એરલાઈન બની જશે. મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.

આ પણ વાંચો :-