Start Wearing Helmets
- ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર (Two wheeler) ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ (Helmet) પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.
ટ્રાફિક નિયમો મૂદ્દે હાઈકોર્ટે કરી ટકોર :
એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. કેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.
લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા ?
ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ‘ ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ‘ હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ. હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’
શું છે નિયમ ?
મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર નથી અથવા ISI માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.
આ પણ વાંચો :-