શરદીની સિઝનમાં ઉઠાવવો છે ગરમીનો આનંદ ? તો આજે જ ફાઇનલ કરો આ હોટ ડેસ્ટિનેશન

Share this story

Enjoy the heat in the cold season

  • શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કુંડની ખાસિયત એ છે કે તેનું પાણી શિયાળામાં પણ ગરમ રહે છે.

જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી ધીરે ધીરે જોર જમાવી રહી છે એવામાં ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હશે અને જો તમે પણ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આપણો ભારત દેશ એ ફરવા માટે એક રસપ્રદ પ્રવાસ સ્થળ છે કારણ કે આપણા દેશમાં ઉનાળામાં ઠંડી અને શિયાળામાં (Winter) ગરમીનો અનુભવ થઈ શકે છે.

હાલ ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ઠંડી સતત તબાહી મચાવી રહી છે અને જો તમે આ સિઝનમાં ઉનાળાની મજા માણવા માંગતા હોય તો ભારતના આ ગરમ પાણીના કુંડની મુલાકાત લેવી જોઈએ. શિયાળામાં ફરવા જવા માટે આવા ઘણા ગરમ પાણીના કુંડ (Hot water tank) ભારતમાં તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. છે જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે. જણાવી દઈએ કે આ તમામ કુંડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ફરવા માટે એક સારી જગ્યા છે.

પનામીક, નુબ્રાવેલી :

આપણે બધા જાણીએ છીએ કે લેહ એ ભારતનો સૌથી ઠંડો પ્રદેશ છે પણ તમે અહીં હાજર પનામિક નામના ગરમ કુંડ ડેસ્ટિનેશનની મુલાકાત લઈ શકો છો.જણાવી દઈએ કે આ કુંડ લગભગ 10442 ફૂટની ઉંચાઈ પર હાજર છે અને અહીંના નજારા મનને મોહી લે છે.

મણિકરણ :

હિમાચલ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક મણિકરણ ગામ પણ ગરમ પાણીના કુંડ માટે ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઠંડીમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. આ સિવાય કુંડ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

અત્રી કુંડ :

આ સિવાય ઓડિશામાં પણ એક આઆવો કુંડ આવેલ છે. ઓડિશાનો અત્રી કુંડ પણ તેના ગરમ પાણી માટે પણ લોકો વચ્ચે ઘણો પ્રખ્યાત છે. જણાવી દઈએ કે આ કુંડ ભુવનેશ્વરથી લગભગ 40 કિમીના અંતરે આવેલ છે અને એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રીની આસપાસ રહે છે.

ખીર ગંગા :

આ સિવાય હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રખ્યાત ગરમ પાણીનો કુંડ આવેલ છે અને એવું કહેવાય છે કે આ કુંડનું પાણી 12 મહિના સુધી ગરમ રહે છે. ખીર ગંગા કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં આવેલ છે.

આ પણ વાંચો :-