ચાલતી ટ્રેનમાં કિન્નરોએ મહિલાની ડિલીવરી કરાવી, બાળકને આશીર્વાદ આપી હાથમાં રૂપિયા પણ આપ્યા

Share this story

In the moving train, Kinnaro delivered the woman

  • હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી. તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી.

કિન્નરો (Kinnaro) દ્વારા ટ્રેનમાં મહિલાની ડિલીવરી કરાવાની ઘટના સામે આવી છે. આ ઘટના જસીડીહથી (Jasidih) ટ્રેન ઉપડ્યા બાદ ઝાઝા સ્ટેશન પહોંચવાની વચ્ચે થઈ હતી. કહેવાય છે કે ટ્રેનમાં પૈસા માગનારા કિન્નર જો તે ડબ્બામાં ન આવ્યા હોત. જેમાં મહિલા સવાર થઈને મુસાફરી કરી રહી હતી અને પ્રસવ પીડાથી પરેશાન હતી. તો તેની મુશ્કેલીઓ વધી જાત. પણ કિન્નરો પહોંચ્યા બાદ લેબર પેનથી (Labor pen) પરેશાન મહિલા અને તેના પતિને મદદ મળી ગઈ અને કિન્નરોએ માનવતાની મિસાલ રજૂ કરતા મહિલાની સેફ ડિલીવરી કરાવી હતી.

હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના (Howrah Patna Shatabdi Express) એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી. મહિલા લેબર પેનથી પરેશાન થઈ રહી હતી. પ્રસવ પીડીથી પરેશાન મહિલાની મદદ માટે ઘણી વાર સુધી કોઈ આગળ આવ્યું નહીં. જ્યારે તે ડબ્બામાં કોઈ મહિલા મુસાફર નહોતું. ત્યારે ટ્રેન સિમુલતલા પહોંચતા કિન્નરોને એક ટોળી તે ડબ્બામાં આવી અને તેમણે આ મહિલાની ડિલીવરી કરાવી હતી.

કિન્નરોએ દેખાડી હિમ્મત :

પૈસા માગવા માટે ડબ્બામાં પહોંચેલા કિન્નરોને જ્યારે ખબર પડી કે મહિલા પ્રસવ પીડાથી પરેશાન છે તો તેમણે સમય વેડફ્યા વિના મહિલાને ટ્રેનના ડબ્બામાં વોશરુમમાં લઈ ગયા અને ત્યાં ડિલીવરી કરાવી. પ્રસવ બાદ મહિલા અને તેનું બાળક બંને સ્વસ્થ્ય છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્રેનમાં સવાર જે મહિલાની પ્રસવ કરવાનો નિર્ણય કર્યો તે શેખપુરાની રહેવાસી છે અને તે પોતાના પતિ સાથે હાવડાથી લખીસરાય જઈ રહી હતી. પ્રસવ કર્યા બાદ તમામ કિન્નર ઝાઝા સ્ટેશન પર ઉતરવા લાગ્યા હતા.

ટ્રેનની ઘટનાનો વીડિયો વાયરલ :

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કિન્નરોએ પ્રસવ બાદ ગરીબ દંપતીને રૂપિયા આપીને મદદ પણ કરી જેનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રસવ કરનારી કિન્નર ટ્રેનની બોગીમાં બેઠેલા મુસાફરો ખાસ કરીને મહિલાઓને સંભળાવી રહી હતી કે એક મહિલા કેવી રીતે દર્દથી પીડાતી હતી અને કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું. વીડિયોમાં તમામ કિન્નરો બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા હતા કે ભણી ગણીને તે ડોક્ટર બને અને આવી રીતે મુસીબતમાં ફસાયેલા લોકોના જીવ બચાવી તેમની મદદ કરે.

આ પણ વાંચો :-