રાજકોટ બાદ હવે વલસાડમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થીનું મોત, તબીબોએ આપ્યું ચોંકાવનારું કારણ

Share this story

After Rajkot, now the ongoing class in Valsad

  • વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ, ગઈકાલે રાજકોટની વિદ્યાર્થિની રીયાનું ચાલુ ક્લાસે થયું હતું મોત.

વલસાડની (Valsad) કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની (JP Shroff Arts College) આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક (Heart attack) આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજકોટમાં પણ એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું.

શું છે સમગ્ર મામલો ? 

રાજ્યમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વલસાડમાં એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં નિધન થયું છે. ઘટનાની વિગત એવી છે કે, વલસાડના મોગરા વાડી વિસ્તારના આકાશ પટેલ નામનો વિધાર્થી વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજમાં S.Y.B.Aમાં અભ્યાસ કરે છે. જોકે આ આકાશ પટેલને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. જોકે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

રાજકોટમાં શું બની હતી ઘટના ? 

રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાંની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની રિયાનું મોત થયું છે અને વિધાર્થિની મોતનુ કારણ અજી સુધી અકબંધ છે. સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઈ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું કે મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઈ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી છે તેણે કહ્યું કે સ્કૂલનો સમય બદલો સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે શિયાળામાં સ્કૂલનો ટાઈમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો.

આ પણ વાંચો :-