Sunday, Apr 20, 2025

23 વર્ષની શિક્ષિકા 16 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પિતા પોલીસ પાસે પહોંચ્યા

2 Min Read

23-year-old teacher chases away 16-year-old student

  • નોઈડાનાં સેક્ટર-123માં સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેનારા વિજય શુક્લાએ આરોપ લગાવ્યો છે કે તેમના 16 વર્ષીય છોકરાને ટ્યૂશન ભણાવનારી 23 વર્ષીય ટીચરે તેનું અપહરણ કરેલ છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) નોઈડામાં એક ટીચર પોતાના જ 16 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોવાનો બનાવ બન્યો છે. હવે વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ શિક્ષિકા (Teacher) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો છોકરો :

વિગતો મુજબ, નોઈડાના સેક્ટર 123માં રહેનારી 23 વર્ષની શિક્ષિકા બાળકોને ઘરમાં ટ્યુશન ભણાવતી હતી. આ શિક્ષિકાના ઘરની સામે જ એક 16 વર્ષનો છોકરો રહેતો હતો. આ છોકરો પણ શિક્ષિકા પાસે ભણવા માટે જતો હતો. આ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને રવિવારે બંને ઘરેથી ભાગી ગયા.

આંટીના ઘરેથી જવાનું કહીને શિક્ષિકા સાથે ભાગી ગયો છોકરો :

છોકરાના પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો રવિવારે 1.30 વાગ્યે આન્ટીના ઘરે જવાની વાત કહીને નીકળ્યો હતો. જોકે મોડી સાંજ સુધી તે ઘરે પરત નહોતો ફર્યો. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના સગીર દીકરાને 22 વર્ષની શિક્ષિકા ફોસલાવીને ભગાડી ગઈ. હાલમાં પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે હતો પ્રેમ સંબંધ :

આ અંગે એડિશનલ ડીસીપી આશુતોષ દ્વિવેદીએ કહ્યું કે, ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જાણકારી મળી છે કે છોકરો શિક્ષિકા પાસે જ ટ્યુશન જતો હતો. પ્રેમ પ્રસંગની પણ વાત સામે આવી છે. સર્વેલાન્સ અને અન્ય માઘ્યમોથી બંનેની ભાળ મેળવવામાં આવી રહી છે. જલ્દી જ બંનેને શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article