Flight Ticket Booking : સસ્તી થઈ હવાઈ યાત્રા, માત્ર 1199માં દેશભરમાં કરો મુસાફરી ! હમણાં બુક કરો

Share this story

Flight Ticket Booking

  • જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઈન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

જો તમે પણ મોંઘી એર ટિકિટથી (Air ticket) પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર (Go first offer) ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઇન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

Go First દ્વારા ટ્વીટ :

Go First એ ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે માત્ર રૂ.1199માં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરી શકશો. આ સાથે તમારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 6599 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્ડિયન એરલાઈન તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

ફ્રી રિશેડ્યુલિંગ અને કેન્સલેશનની પણ મળશે સુવિધા :

તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરમાં તમને ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા મળી રહી છે. આ સાથે જ તમને ફ્રી કેન્સલેશનનો લાભ પણ મળશે એટલે કે જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Go Firstની ઓફરમાં 1 મિલિયન સુધી સીટ મળશે :

ગો ફર્સ્ટના આ સેલમાં 1 મિલિયનથી વધુ સીટો ઉપલબ્ધ હશે. જેના માટે તમે બુક કરી શકો છો. તમે આ સેલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2023 સુધી બુક કરી શકો છો. આ સાથે જો આપણે મુસાફરીના સમયગાળા વિશે વાત કરીએ તો તમે 4 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી મુસાફરી કરી શકો છો. તમે આવનારા 8 મહિના માટે ટિકિટ બુક કરાવી શકો છો.

કંપનીના અધિકારીએ આપી માહિતી :

ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઓફર દ્વારા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સસ્તી, આરામદાયક અને સુવિધાજનક હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરો :

ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale/ ની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને આ ઓફર વિશેની બધી જ જાણકારી મળી  રહેશે.

આ પણ વાંચો :-