જન્મ રાશિથી 12 મો પહેલો કે બીજો ચંદ્ર આવે ત્યારે શનિની મોટી પનોતી કહેવાય અને જ્યારે ચોથો અને આઠમો ચંદ્ર આવે ત્યારે નાની પનોતી કહેવાય.
જે દિવસે પનોતી બેસે તે દિવસે પોતાની ચંદ્ર રાશિથી ગોચરનો ચંદ્રમાં પહેલો છઠ્ઠો કે 11 મો હોય તો સોનાના પાયે પનોતી જાણવી જેનું ફળ અશુભ ગણવું. જન્મના ચંદ્રથી ગોચરનો ચંદ્ર બીજો પાંચમો કે નવમો હોય તો રૂપાના પાયે પનોતી જાણવી જેનું ફળ શુભ ગણવું. ત્રીજો સાતમો કે દસમો ચંદ્રમાં હોય તો તાંબાના પાયે પનોતી જાણવી જેનું ફળ ઉત્તમ ગણવું. જન્મના ચંદ્રથી જો ગોચરનો ચંદ્રમાં ચોથો આઠમો કે બારમો હોય તો લોખંડના પાયે પનોતી કહેવાય અને જે વધુ કષ્ટદાયક હોય છે.
પનોતીથી રક્ષણ માટે હનુમાન ચાલીસા વાંચવી અને રામાયણના સુંદરકાંડના પાઠ કરવા દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા, અડદ અને મીઠું અર્પણ કરવા .શનિવારનું વ્રત તથા શનિનું દાન યથાશક્તિ કરવું. શનિની પનોતીના નિવારણ અર્થે કાળા તલ અડદ કળશી બેન કાળો ધાબળો કાળુ કાપડ લોખંડ તેલનું દાન કરી શકાય છે શની ચાલીસા ના પાઠ પણ કરી શકાય છે
29 માર્ચ 2025 થી 3 જૂન 2027 સુધી શનિ મીન રાશિમાં રહેશે આ સમય દરમિયાનમાં કુંભ રાશિની પનોતી રૂપાના પાયે, મીન રાશિની પનોતી સોનાના પાય અને મેષ રાશિની પનોતી લોખંડના પાયે રહેશે. સાથે સાથે એ વાત પણ જણાવી દઉં કે અહીં કુંભ રાશિની શનિની પનોતીનો છેલ્લો તબક્કો છે. મીન રાશિની પનોતીનો બીજો તબક્કો છે અને મેષ રાશિની પનોતીનો પહેલો તબક્કો છે. આ જ સમયગાળામાં સિંહ રાશિની નાની પનોતી લોખંડના પાયે ચાલશે અને ધનુ રાશિની પણ નાની પનોતી લોખંડના પાયે રહેશે.
થર્ડ જૂન 2027થી 20 ઓક્ટોબર 2027 દરમિયાન શનિ મેષ રાશિમાં રહેશે.
આ સમય દરમિયાનમાં મીન રાશિમાં રૂપાના પાયે. મેષ રાશિમાં સોનાના પાયે અને વૃષભ રાશિમાં લોખંડના પાયે પનોતી રહેશે. 3 જૂન થી વૃષભ રાશિની સાડા સાતે એટલે કે મોટી પનોતી શરૂ થાય છે.
થર્ડ જૂન 2027 થી 20 ઓક્ટોબર 2027 સુધી એટલે કે લગભગ 4 મહિના મકર રાશિ અને કન્યા રાશિની પણ નાની પનોતી છે આ પનોતી લોખંડના પાયે રહેશે. એ પછી મકર રાશિ અને કન્યા રાશિની નાની પનોતી 23 ફેબ્રુઆરી 2028 ના દિવસે શરૂ થશે. 21 ઓક્ટોબર 2027 થી 22 ફેબ 2028 સુધીમાં આ બંને રાશિમાં પનોતી રહેશે નહીં.
20 ઓક્ટોબર 2027 થી શનિ વક્રી ગતિથી મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી કરીને 20 ઓક્ટોબર 2027 થી 23 ફેબ્રુઆરી 2028 સુધી કુંભ રાશિમાં શનિની પનોતી લોખંડના પાયે રહેશે એ પછી કુંભ રાશિની મોટી પનોતી પૂરી થાય છે મીન રાશિની પનોતી આ ચાર મહિના માટે તાંબાના પાયે રહેશે અને મેષ રાશિની રૂપાના પાળે રહેશે. આ ચાર મહિના દરમિયાન સિંહ રાશિની પનોતી તાંબાના અને ધનુ રાશિની પનોતી સોનાના પાયે રહેશે. ઘણા વાચકોની માન્યતા મુજબ શનિની મોટી પનોતી સાડા સાત વર્ષ માટે અને નાની પનોતી અઢી વર્ષ માટે હોય છે પરંતુ શનિની વક્રી ગતિને કારણે આ વર્ષ દરમિયાનમાં ઉપર જણાવેલી પરિસ્થિતિ ઉભી થાય છે.
શનિની સાડાસાતી કોને ફળશે અને કોને નડશે? જાણો કઈ રાશિ પર રહેશે શનિની અસર અને નવા વર્ષમાં કેવું રહેશે ભાગ્ય!
Date:








