HomeAstrologyવૃષભ રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય,...

વૃષભ રાશિ : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો વર્ષભરનું ભવિષ્ય, પંચાંગ અને શુભ મુહૂર્તોની સંપૂર્ણ માહિતી

Date:

Related stories

spot_img

વૃષભ :

શારીરિક અને માનસિક તંદુરસ્તી : અહીં 3 જૂન, 2026થી શનિની મોટી પનોતી શરૂ થાય છે. 3 જૂનથી 20 ઓક્ટોબર, 2027 સુધી લોખંડના પાયે પનોતી રહેશે. અહીં શનિની વક્રી અને માર્ગી પરિસ્થિતિને કારણે 24 ફેબ્રુઆરી, 2028 સુધી પનોતી રહેશે. આ પનોતી દરમિયાન તમને તંદુરસ્તી બાબતે થોડીઘણી તકલીફ પડી શકે છે. વૃષભ રાશિવાળા જાતકોએ 15 એપ્રિલ, 2026થી નવેમ્બર 2026 સુધી તંદુરસ્તીનું ધ્યાન રાખવું. આ સમય દરમિયાન નાની-મોટી ઈજા થઈ શકે છે. અહીં ડિસેમ્બર 2026થી રાહુનું ભ્રમણ મકર રાશિમાં હોવાથી કેતુ ચંદ્રથી સાતમે કર્ક રાશિમાં હશે. અહીં ખભાનો દુખાવો પણ થઈ શકે છે. આ સમય દરમિયાન દાંતનો દુખાવો, ચશ્માના નંબર, ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો વગેરે સમસ્યા થઈ શકે છે.

વૃષભ રાશિવાળા જાતકોનો સ્વભાવ માનસિક રીતે મજબૂત હોય છે જેથી કરીને તમે આ બધી સમસ્યાઓનો સામનો કરી લેશો. અહીં ખાસ કરીને 15 ઓગસ્ટથી 30 ઓક્ટોબરની વચ્ચે તંદુરસ્તીનું વધારે ધ્યાન રાખવું. આ દરમિયાન નાની સર્જરી કે ઈજા થઈ શકે છે અથવા અકસ્માત પણ થઈ શકે છે. આ સમય દરમિયાન નકારાત્મક વિચારોનું પ્રમાણ વધી જાય એવું પણ બની શકે. આ સમસ્યાઓના નિવારણ માટે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. એમ જોવા જઈએ તો દરેક રાશિમાં દર 30 વર્ષે એકવાર શનિની મોટી પનોતી આવે છે. આ પહેલા 1998માં વૃષભ રાશિમાં શનિની મોટી પનોતી આવી હતી.
આર્થિક સ્થિતિ, વેપાર અને નોકરી : અહીં નવેમ્બર 2026થી 15 એપ્રિલ, 2027 સુધી આવક માટે સારો સમય છે. આ સમય દરમિયાન વેપારમાં પ્રગતિ થશે, તમે તમારા હરીફને હરાવી શકશો. જે લોકો નોકરીમાં જોડાયેલા છે એમની પણ પ્રગતિ થશે, જે લોકો નોકરીની શોધમાં છે એમને નોકરી મળી જશે પરંતુ 15 એપ્રિલ, 2027થી નવેમ્બર 2027ની વચ્ચે ખર્ચનું પ્રમાણ વધી જાય એવું બની શકે.

વેપારી લોકોને સ્ટાફની તકલીફ પડી શકે અને બજારમાં ચાલતી હરીફાઈનો સામનો કરવો પડે. નોકરીમાં પણ સંઘર્ષ આવે એવું બની શકે, ખાસ કરીને ઓગસ્ટ 2027થી ઓક્ટોબર 2027ની વચ્ચે નોકરીમાં વધારે પડતો સંઘર્ષ આવે અથવા નોકરી છૂટી જાય એવું પણ બની શકે. આ સમય દરમિયાન પોતાની નોકરી સાચવી રાખવી અને સમાધાનથી આગળ વધવું. જૂન 2027થી શરૂ થનારી શનિની પનોતી તમને અનુભવ આપશે, આ પનોતીમાં તમે ઘડાઈ જશો. અહીં સામી પનોતીએ ગજા બહારની લોન લેવી નહીં, પોતાની ચાદર જોઈને પગ પસારવો.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : ઓક્ટોબર 2026થી જૂન 2027 સુધીનો સમય લગ્ન કરવા માટે યોગ્ય છે. જો તમારા એંગેજમેન્ટ બાકી હોય તો આ સમયમાં એંગેજમેન્ટ પણ થઈ શકે છે. જુલાઈ 2027થી નવેમ્બર સુધીમાં તમારે તમારા લગ્નજીવન બાબતે સાચવવું પડશે. જે લોકો પહેલેથી પરણેલા છે એમના પત્ની સાથે ખટરાગ થઈ શકે છે.
પ્રેમસંબંધની બાબતમાં વાત કરીએ તો આ વર્ષ દરમિયાન લવ બ્રેકઅપ થાય એવી શક્યતા છે, ખાસ કરીને જૂનથી નવેમ્બર 2027માં લવ બ્રેકઅપ થવાની શક્યતા છે જેથી કરીને પોતાની રિલેશનશિપમાં વ્યવહારકુશળ બનવું. એમ છતાં પણ જો બ્રેકઅપ થાય તો ડિપ્રેશનમાં જવું નહીં અને જીવનમાં આગળ વધવું.

સંતાનસુખ : જે સ્ત્રીઓ માતા બનવા માટે ઇચ્છુક છે એમને થોડી રાહ જોવી પડશે, આ વર્ષ દરમિયાન સંતાન સુખ માટે ફેવરેબલ સમય નથી પરંતુ આ વર્ષ દરમિયાન તમને સંતાન સુખ મળે તો સ્ત્રી સંતાન થાય એવી શક્યતા વધારે છે. વૃષભ રાશિના જે વ્યક્તિઓના સંતાન પહેલેથી જ છે એમને સંતાન વિશે ખોટી ચિંતાઓ થશે. અહીં તમારે ખોટી ચિંતા કરવી નહીં અને થોડો સમય પસાર થવા દેવો, આગળ જતા તમારા સંતાનો પ્રગતિ કરશે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં તમારા સંતાનોને સફળતા મળે એવી શક્યતા છે.
માતા-પિતા : એવું બની શકે કે છેલ્લા ઘણા સમયથી તમારા માતા-પિતાની તબિયત નરમ-ગરમ ચાલતી હોય પરંતુ આ વર્ષ દરમિયાન એમની તબિયતમાં સુધારો થશે. ખાસ કરીને ગુરુનું ગોચર ભ્રમણ સિંહ રાશિમાં થશે પછી તમારા માતા-પિતાની તબિયતમાં સુધારો થશે એટલે કે 24 જૂન, 2027થી તમારા માતા-પિતાની તબિયતમાં સુધારો થાય એવી શક્યતા છે.
સામાજિક : જે લોકો સમાજસેવાના વિષય સાથે જોડાયેલા છે અથવા તો રાજનીતિ સાથે જોડાયેલા છે એમને માટે જાન્યુઆરીથી જૂન સુધી થોડોઘણો સારો સમય છે પરંતુ આ વર્ષે નોંધપાત્ર ફાયદો થાય એવું લાગતું નથી. તમે આ વર્ષના બદલે આવતા વર્ષે ચૂંટણીમાં ઊભા રહેવાનું પ્લાનિંગ કરો એ વધારે સારું છે.
આગળ જતા બીજી વાત કરીએ તો જૂનથી નવેમ્બર 2027માં ચૂંટણીમાં કે કોમ્પિટિશનમાં જીતવું ખૂબ જ મુશ્કેલ છે. આ વર્ષ દરમિયાન કૌટુંબિક ઝઘડા કે ભાઈઓ સાથેના ઝઘડા થઈ શકે છે.
મકાન અને વાહન : નવેમ્બર 2026થી નવેમ્બર 2027 સુધીનો સમય મકાન કે વાહન ખરીદવા માટે સારો છે. આ સમય દરમિયાન તમે નવું મકાન કે નવી મિલકત ખરીદી શકો છો અથવા તો જૂની મિલકતનું રિનોવેશન પણ કરાવી શકો છો. આ સમય દરમિયાન તમે નવું વાહન પણ ખરીદી શકો છો. જો તમે લોન લઈને આગળ વધવા માંગતા હોય તો લોન પણ મળી જશે પરંતુ તમારી શનિની સાડાસતી 3 જૂન, 2026થી શરૂ થાય છે એટલા માટે પોતાના ગજા બહારનું કામ કરવું નહીં અને લોન લઈને પોતાના પર ખોટું ભારણ વધારવું નહીં.

વારસાગત માલમિલકતની બાબતમાં 27 જૂન, 2027થી 24 નવેમ્બર, 2027ની વચ્ચે તમારું કામકાજ સફળતાપૂર્વક થઈ શકે છે. જૂનથી નવેમ્બર 2027ની વચ્ચે જો તમારે કોઈ મિલકત વેચવી હોય તો સારા ભાવથી વેચાઈ શકે છે, તમને સારી કિંમત મળે એવી શક્યતા છે.
વિદ્યાર્થીજીવન : વૃષભ રાશિના વિદ્યાર્થીઓએ જૂન સુધી વધારે મહેનત કરવી પડશે પરંતુ એ પછી ધીમે ધીમે એમના પ્રદર્શનમાં સુધારો થશે અને સારા માર્ક્સ આવશે. જે લોકો રમતગમતના વિષય સાથે જોડાયેલા છે એ લોકોના પર્ફોર્મન્સમાં પણ સપ્ટેમ્બર 2027 પછી થોડોઘણો સુધારો આવશે. વિદેશ જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓનું કામ જૂન 2027 પહેલા થઈ શકે છે.
શેરબજાર :શેરબજાર સાથે જોડાયેલા વ્યક્તિઓએ ખૂબ જ સાચવવું પડશે. આ વર્ષ દરમિયાન શેરબજારમાં નુકસાની થાય એવી સંભાવના છે. જૂન અને સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર સંબંધિત મામૂલી ફાયદો થઈ શકે છે પરંતુ ઓવરઓલ જોતા આ વર્ષ તમારે માટે શેરબજાર સંબંધિત સારું નથી. તમે શેરબજાર કરતાં તમારા રોજિંદા ધંધામાં ધ્યાન આપો એ જ આ વર્ષ માટે યોગ્ય રહેશે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : જો તમારું કોઈ કોર્ટકચેરીનું કામ બાકી હોય તો જૂન 2027 પહેલા એ પૂરું કરવું, એ પછી તમારું કામ બગડી જાય અથવા તો વધારે લાંબો સમય લાગે એવું શક્ય છે જેથી કરીને 3 જૂન, 2027 પહેલા થોડુંઘણું સમાધાન કરીને કામ પૂરું કરી લેવું જ યોગ્ય છે. જો તમે કોઈ લોન લીધી હોય તો લોન ચૂકવવાની બાબતમાં પણ જૂન 2027 પછી કઠિન સમય છે અને વેપારી લોકોને જો કોઈ સરકારી લાયસન્સ લેવા હોય તો પણ જૂન 2027 પછી તમારું કામ વધારે સમય અને વધારે ખર્ચ માંગી લેશે.
વારસાગત માલમિલકતની બાબતમાં વિચારીએ તો નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમારું કામ થઈ શકે છે. લગ્નજીવન સંબંધિત કોર્ટ કેસનો નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે નિકાલ આવી શકે છે.
વિદેશ અને પ્રવાસ : અહીં આ વર્ષ દરમિયાન તમે જૂન 2027 પહેલા સારામાં સારા પ્રવાસ કરી શકો છો. જો તમને વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો એ પણ થઈ શકે છે, ધાર્મિક પ્રવાસ પણ થઈ શકે છે પરંતુ જૂન 2027 પછી પ્રવાસમાં રૂકાવટ આવે અથવા તો તબિયતમાં ગડબડ થાય જેને કારણે પણ પ્રવાસ કેન્સલ થઈ શકે છે.

Subscribe

Latest stories