ભેંસને બચાવવા વાંદરાઓએ સિંહણ સાથે બાથ ભીડી, પછી જે થયું જોઈને ડરી જશો

Share this story

The monkeys bathed with the lioness

  • બધા જાણે છે કે વાંદરાઓ બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

બધા જાણે છે કે વાંદરાઓ (Monkey) બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો (Videos) જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

વાંદરાઓ વિશે એવું કહેવામાં આવે છે કે તે કોઈનાથી ડરતા નથી. પરંતુ તેઓ બીજાને ડરાવે છે. પછી તે ભલે સિંહ હોય કે પછી દીપડો હોય. જો કે જંગલી પ્રાણીઓને લગતા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ વાંદરાઓનો આજનો વીડિયો તમને ખૂબ હસાવશે.

આજના વાયરલ વીડિયોમાં ત્રણ પ્રાણીઓ છે. વાંદરો, સિંહણ અને એક ભેંસ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જંગલી ભેંસ ઝાડ પાસે ઉભી છે. એ ઝાડ પર ઘણા વાંદરાઓ પણ છે. તે જ સમયે નજીકમાં થોડા અંતરે એક સિંહણ બેઠી છે, જે ભેંસના શિકારની રાહ જોઈ રહી છે. પરંતુ વાંદરાઓ કદાચ સિંહણના ઈરાદાને સમજી જાય છે અને તેઓ સિંહણને સતત ચીડવવા લાગે છે. તેઓ ઝાડ પર જ એટલા બધા કૂદકા મારે છે કે સિંહણનું ધ્યાન ભટકી જાય છે અને ભેંસ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.

https://www.instagram.com/reel/Cm9EadNhmfi/?utm_source=ig_embed&utm_campaign=loading

સિંહણ ભેંસનો શિકાર તો નથી કરી શકતી પરંતુ વાંદરાઓ પર ચોક્કસપણે ગુસ્સે ભરાય છે. ક્રોધિત સિંહણ વાંદરાઓ સાથે ઝાડની નીચે આવીને બેસે છે જેથી હવે તે વાંદરાઓનો શિકાર કરી શકે. પરંતુ વાંદરાઓ તો હોંશિયાર છે ને તેઓ વારંવાર ઝાડ પરથી અડધે સુધી આવવાની એક્ટિંગ કરે છે જેવી સિંહણ આવે કે ફટાક કરતા ફરી ઝાડ પર ચડી જાય છે.

આ પણ વાંચો :-