Home Blog Page 1044

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

0
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે.

ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

 જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા. વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો :-

નવસારીના ખેરગામમાંથી પસાર થતી ઓરંગા નદી ભરપૂર, ડ્રોનમાં કેદ થયો અદભૂત નજારો

0
  • દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

પહેલાં જ વરસાદમાં કુદરતનું અપ્રતિમ સૌંદર્ય ડ્રોન કેમેરામાં કેદ થયું હતું. નવસારીના ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કુદરતનું સૌંદર્ય દર્શાવે છે.

અનોખો નજારો :

ખેરગામ તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓરંગા નદી ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. જળસિંચાઈ અને પિવાના પાણીનો મુખ્ય સ્ત્રોત સમી આ નદી હાલ ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે. પહેલાં વરસાદમાં જ બે કાંઠે નદી વહેતી થતાં અનોખો નજારો જોવા મળ્યો હતો. તેમાં પણ ડ્રોન કેમેરામાં આ નદી કંઈક અલગ જ દેખાઈ રહી છે.

પુલ પાણીમાં ગરક :

ઓરંગા નદીના જળપ્લાવિત વિસ્તારમાં આવતો ગરગડીયા પુલ પાણીમાં ગરક થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે નદી કાંઠે આવેલા મંદિર અને વૃક્ષોની હરિયાળી નદીની રમણિયતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 ૨ કલાક ચાર્જમાં ૧૮૭ KM ચાલશે આ ઈલેક્ટ્રિક બાઈક, જાણો ફીચર્સ અને કિંમત

0
  • તાજેતરમાં બેંગ્લોર સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપની Oben એ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.

બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટર માટે ઘણા બધા વિકલ્પો છે ત્યારે હવે બજારમાં ટક્કર આપવા ઈલેક્ટ્રિક બાઈક્સ પણ આવી ચુકી છે. તાજેતરમાં ઓબેન બેંગલુરુ સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીએ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.

આ બાઈકની ડિલિવરી જુલાઈ ૨૦૨૩થી શરૂ થવા જઈ રહી છે. આ બાઈક Oben Rorr છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત ૧.૪૯ લાખ રૂપિયા છે. તમે તેને ૩૦૦૦૦ રૂપિયાનું ડાઉનપેમેન્ટ ચૂકવીને પણ ખરીદી શકો છો. ત્યારબાદ તમારે લગભગ ૫૫૦૦ રૂપિયાની EMI ચૂકવવી પડશે.

બેટરી અને રેન્જ :

Oben Rorr ઈલેક્ટ્રિક બાઇક કંપની દ્વારા બનાવવામાં આવી છે જે એકવાર ફુલ ચાર્જ થવા પર ૧૮૭ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. તેની બેટરીને ૮૦% સુધી ચાર્જ થવામાં માત્ર ૨ કલાકનો સમય લાગે છે અને આ બાઈક એક મિનિટના ચાર્જમાં ૧ કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં લિથિયમ ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ip67 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે આવે છે. આ બાઈકમાં ૧૨.૩bhpનો પાવર જનરેટ કરતી પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. આ બાઈકની ટોપ સ્પીડ ૧૦૦kmph છે અને તે માત્ર ૩ સેકન્ડમાં ૦ થી ૪૦ kmphની ઝડપ પકડી શકે છે.

ફીચર્સ  :

આ ઈલેક્ટ્રિક બાઈકમાં અનેક સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોન સાથે બાઈકને કનેક્ટ કરી શકો છો અને જીઓ ફેસિંગ અને ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવી સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જો કોઈ ચોર તમારી બાઈક ચોરી કરવાનો પ્રયાસ કરે છે તો બાઈકની સિસ્ટમ તમને ઈમરજન્સી એલર્ટ આપશે. વધુમાં તમે કોઈપણ સમયે તમારી બાઈકની એક્સેસને બંધ કરી શકો છો તેને સંપૂર્ણપણે લોક કરી શકો છો. આ બાઈકમાં બંને વ્હીલ પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જે સેફ્ટી માટે ખૂબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો :-

કુદરતના પ્રકોપ સામે માનવી પણ લાચાર ! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ ૪ અંડરપાસ બંધ

0
  • અમદાવાદમાં ગઈ કાલે સાંજે ધોધમાર વરસાદે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ૦૪ અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારે વરસાદને કારણે એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં ૨ કલાકમાં પોણા ૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૭ થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ૭-૮ વચ્ચે દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

એસજી હાઈવે સહિતનાં અમદાવાદ શહેરનાં વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજનાં સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. લગભગ બે કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં જોધપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો :-

બુલઢાણામાં મધરાતે મોટી દુર્ઘટના, બસમાં ૨૬ મુસાફરો જીવતા ભૂંજાયા

0
  • મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ ૨૬ સુધી પહોંચ્યો છે. લગભગ ૩૩ જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ ૨૬ સુધી પહોંચ્યો છે. લગભગ ૩૩ જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ઘટી.

બસમાં સવાર ૨૬ લોકોના મોત :

બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું કે બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ૩૩ મુસાફરોને લઈને જઈ રહેલી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૨૬ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ રહ્યા છે.

કઈ રીતે ઘટી આટલી ભયંકર ઘટના :

બુલઢાણા એસપી સુનિલ કડાસેન્ને કહ્યું કે દુર્ઘટના મધરાતે લગભગ દોઢ વાગે ઘટી. ઘટના સમયે બસમાં ૩૨ મુસાફરો હતા. તેમાંથી ૨૬ મુસાફરોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં ૮ લોકો ગંભીર રીતે  ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે બસનું ટાયર ફાટવાના કારણે બસ પલટી ગઈ.

ત્યારબાદ બસના ડ્રાઈવરે બસ  પર કાબૂ ગુમાવી દીધો. અને બસ એક થાંભલા સાથે અથડાઈ. ત્યારબાદ એક ડિવાઈડર સાથે ટકરાઈ જેના કારણે તેમાં આગ લાગી ગઈ. લોકોને બસમાંથી બહાર કાઢવાની તક ન મળી. યેન કેન પ્રકારે કેટલાક લોકો જ બસમાંથી બહાર નીકળી શક્યા.

આ પણ વાંચો :-

પૈસા વસૂલ પ્લાન ! Jio આપી રહ્યું છે દરરોજ 1.5GB ડેટા સહિત 84 દિવસની વેલિડિટી

  • જિયો એક પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યો છે. જેને 739 રૂપિયામાં ખરીદી શકાશે. તેમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તો અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે એવા ઘણા પ્લાન્સ ઉપલબ્ધ કરાવી રહી છે જે ઘણા બમ્પર લાભોની સાથે આવે છે. જિયો કંપની 739 રૂપિયાનો પ્લાન આપી રહી છે. જેમાં ડેલી ડેટા સહિત અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ પ્લાનમાં કયા-કયા લાભો આપવામાં આવી રહ્યાં છે.

Jio નો 739 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનની કિંમત 739 રૂપિયા છે. તેમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ વેલિડિટી દરમિયાન કુલ 126 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તો દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. JioSaavn Pro, JioTv, JioCinema, JioSecurity, JioCloud નું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ 5જી ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે.

Airtel નો 719 રૂપિયાનો પ્લાન :

આ પ્લાનની કિંમત પણ તેની આસપાસ છે. તેમાં 719 રૂપિયાનું રિચાર્જ કરાવી શકાય છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ વેલિડિટી દરમિયાન કુલ 126 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. આ સાથે એપોલો 24/7 સર્કલનું સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યુઝિકનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

૦૧ જુલાઈ / લાઈફ પાર્ટનર સાથે વિવાદ વધતાં આ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં આવશે ભૂંકપ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ
નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જ‍ળવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. શકિત અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતા ભર્યુ વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નાવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમ જ‍ળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધનઃ
માનસિક પ્રસન્નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ‌પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ
દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા  બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

સુરતમાં રસ્તા પર દોડતી બસમાં આગથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

0
  • સુરતમાં બીઆરટીએસમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે.આ વખતે કતારગામ વિસ્તારમાં દોડતી બસમાં આગ લાગી ગઈ હતી.

બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. જો કે ડ્રાઈવર સમયસૂચકતા દાખવીને મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતાં. જેથી ઈજા જાનહાનિ ટળી હતી.

ડ્રાઈવરની સીટ નજીક આગ :

બીઆરટીએસ બસમાં ડ્રાઈવરની સીટ નજીક બોનેટના ભાગે આગ નીકળી હતી. બસ ચાલુ હતી એ દરમિયાન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જેથી મુસાફરોએ તાત્કાલિક ડ્રાઈવરનું ધ્યાન દોર્યું હતુ. આગ વધુ પ્રસરે તે અગાઉ જ ડ્રાઈવરે સતર્કતા દાખવીને બસને સાઈડમાં કરી દઈને મુસાફરોને નીચે ઉતાર્યાં હતાં.

મુસાફરો ડરી ગયા હતા :

રાજેશ નામના મુસાફરે કહ્યું કે મારું ધ્યાન અચાનક ડ્રાઈવરની કેબિન તરફ ગયું અને જોયું તો ધુમાડા નીકળી રહ્યાં હતાં. જેથી રાડ પાડીને ડ્રાઈવરને જાણ કરી હતી.જો કે બસમાં સવાર અન્ય મુસાફરોમાં પણ આગની વાતને લઈને ડર પેદા થઈ ગયો હતો. ચોમાસાના વાતાવરણને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં સીએનાં વિદ્યાર્થીનો આજીડેમમાં આપ*ઘાત, વીડિયો બનાવી બોલ્યો- તીનપત્તીમાં ૦૧ લાખ હાર્યો, એટલા પાપ છે કે…

0
  • રાજકોટમાં સીએનો અભ્યાસ કરતા ૨૧ વર્ષના યુવકે આજી ડેમમાં જંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે તેના પિતાને વોટસએપમાં મોકલ્યો હતો.

વીડિયોમાં યુવક તીનપત્તી નામની મોબાઈલ ગેમમાં પૈસા હારી ગયો હોવાનું કહે છે. વીડિયો બનાવ્યા બાદ તે ડેમમાં કૂદી જાય છે. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતા તે દોડી આવી હતી અને ડેમમાંથી યુવકનો મૃતદેહ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

યુવક વીડિયો બનાવી ડેમમાં કૂદી ગયો :

વિગતો મુજબ રાજકોટમાં રહેતો ૨૧ વર્ષનો શુભમ બગથરિયા સીએનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે શુભમ આજી ડેમ પહોંચ્યો હતો અને પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલે છે, ‘બહુ મહેનત કરી મેં, આ પગલું ઉઠાવવા માટે હું મજબૂર છું. કારણ કે મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…

હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના ૬૫ હજાર રૂપિયા, હર્ષના ૩૦ હજાર, અશ્વિનભાઈના ૨૦ હજાર અને ૧૫ હજાર તેના શેઠના ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો કારણ છે કેટલાય. જિંદગીથી થાકી ગયો છું હું, બહુ થઈ ગયું. પપ્પા-મમ્મી આઈ લવ યુ… હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો.

પિતાએ સાંજે ફોનમાં વીડિયો જોતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ :

શુભમે વીડિયો બનાવીને તેના પિતાને મોકલ્યો હતો. પરંતુ પિતાનું ઈન્ટરનેટ બંધ હોવાથી સાંજે ૦૭ વાગ્યે નેટ શરૂ કરતા જ વીડિયો જોયો અને પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બાદ પરિવાર આખી રાત યુવકને શોધતો રહ્યો. આજે સવારે લોકેશન મળતા આજી ડેમમાં યુવકની સવારથી શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

 

આ ક્રિકેટરે પણ કરી ઈદની કુર્બાની, ૦૪ કરોડનો આખલો ખરીદીને ગરીબોને આપ્યો, વીડિયો વાયરલ

  • પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ પણ ઈદની કુર્બાની આપી છે. તેણે ૦૪ કરોડના આખલાની બલિ ચઢાવી હતી. જેનો એક વીડિયો વાયરલ થયો છે.

૨૯ જુનના દિવસે સમગ્ર દુનિયામાં ઈદ ઉલ અઝહા (બકરી ઈદ)ના તહેવારની ઉજવણી કરાઈ હતી. આ દિવસમાં મુસ્લિમો પોતપોતાના ગજા અનુસાર કુર્બાની આપતાં હોય છે જેમાં તેઓ પશુઓની બલિ ચઢાવતા હોય છે. જાણીતા ક્રિકેટરોમા પણ તેમાં બાકાત નથી. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ ઈદની કુર્બાની આપી હતી.

૦૪ કરોડનો આખલો લઈ જતો જોવા મળ્યો આફ્રિકી :

શાહિદ આફ્રિદી પોતાના બગીચામાં એક આખલાને દોરડાથી પકડીને લઈ જતો જોવા મળ્યો હતો. આ આખલાની કિંમત ૦૪ કરોડની આસપાસ છે. આખલો ખરીદીને તેણે ગરીબોને દાન કરી દીધો હતો જે લોકોએ તેની કુર્બાની કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. શાહિદ આફ્રિદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. જોકે લોકોને તેનું આવું કામ પસંદ પડ્યું નથી. ઘણા લોકોએ તેની ટીકા કરી હતી.

આ પણ વાંચો :-