- સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે.
ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.
ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે.
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.
આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા. વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.
આ પણ વાંચો :-