બુલઢાણામાં મધરાતે મોટી દુર્ઘટના, બસમાં ૨૬ મુસાફરો જીવતા ભૂંજાયા

Share this story
  • મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ ૨૬ સુધી પહોંચ્યો છે. લગભગ ૩૩ જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ ૨૬ સુધી પહોંચ્યો છે. લગભગ ૩૩ જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ઘટી.

બસમાં સવાર ૨૬ લોકોના મોત :

બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું કે બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ૩૩ મુસાફરોને લઈને જઈ રહેલી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૨૬ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ રહ્યા છે.

કઈ રીતે ઘટી આટલી ભયંકર ઘટના :

બુલઢાણા એસપી સુનિલ કડાસેન્ને કહ્યું કે દુર્ઘટના મધરાતે લગભગ દોઢ વાગે ઘટી. ઘટના સમયે બસમાં ૩૨ મુસાફરો હતા. તેમાંથી ૨૬ મુસાફરોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં ૮ લોકો ગંભીર રીતે  ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે બસનું ટાયર ફાટવાના કારણે બસ પલટી ગઈ.

ત્યારબાદ બસના ડ્રાઈવરે બસ  પર કાબૂ ગુમાવી દીધો. અને બસ એક થાંભલા સાથે અથડાઈ. ત્યારબાદ એક ડિવાઈડર સાથે ટકરાઈ જેના કારણે તેમાં આગ લાગી ગઈ. લોકોને બસમાંથી બહાર કાઢવાની તક ન મળી. યેન કેન પ્રકારે કેટલાક લોકો જ બસમાંથી બહાર નીકળી શક્યા.

આ પણ વાંચો :-