કુદરતના પ્રકોપ સામે માનવી પણ લાચાર ! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ ૪ અંડરપાસ બંધ

Share this story
  • અમદાવાદમાં ગઈ કાલે સાંજે ધોધમાર વરસાદે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ૦૪ અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારે વરસાદને કારણે એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં ૨ કલાકમાં પોણા ૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૭ થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ૭-૮ વચ્ચે દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

એસજી હાઈવે સહિતનાં અમદાવાદ શહેરનાં વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજનાં સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. લગભગ બે કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં જોધપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો :-