Tuesday, Apr 22, 2025

સુરતમાં રસ્તા પર દોડતી બસમાં આગથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

1 Min Read
  • સુરતમાં બીઆરટીએસમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે.આ વખતે કતારગામ વિસ્તારમાં દોડતી બસમાં આગ લાગી ગઈ હતી.

બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. જો કે ડ્રાઈવર સમયસૂચકતા દાખવીને મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતાં. જેથી ઈજા જાનહાનિ ટળી હતી.

ડ્રાઈવરની સીટ નજીક આગ :

બીઆરટીએસ બસમાં ડ્રાઈવરની સીટ નજીક બોનેટના ભાગે આગ નીકળી હતી. બસ ચાલુ હતી એ દરમિયાન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જેથી મુસાફરોએ તાત્કાલિક ડ્રાઈવરનું ધ્યાન દોર્યું હતુ. આગ વધુ પ્રસરે તે અગાઉ જ ડ્રાઈવરે સતર્કતા દાખવીને બસને સાઈડમાં કરી દઈને મુસાફરોને નીચે ઉતાર્યાં હતાં.

મુસાફરો ડરી ગયા હતા :

રાજેશ નામના મુસાફરે કહ્યું કે મારું ધ્યાન અચાનક ડ્રાઈવરની કેબિન તરફ ગયું અને જોયું તો ધુમાડા નીકળી રહ્યાં હતાં. જેથી રાડ પાડીને ડ્રાઈવરને જાણ કરી હતી.જો કે બસમાં સવાર અન્ય મુસાફરોમાં પણ આગની વાતને લઈને ડર પેદા થઈ ગયો હતો. ચોમાસાના વાતાવરણને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article