- રાજકોટમાં સીએનો અભ્યાસ કરતા ૨૧ વર્ષના યુવકે આજી ડેમમાં જંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે તેના પિતાને વોટસએપમાં મોકલ્યો હતો.
વીડિયોમાં યુવક તીનપત્તી નામની મોબાઈલ ગેમમાં પૈસા હારી ગયો હોવાનું કહે છે. વીડિયો બનાવ્યા બાદ તે ડેમમાં કૂદી જાય છે. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતા તે દોડી આવી હતી અને ડેમમાંથી યુવકનો મૃતદેહ શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
યુવક વીડિયો બનાવી ડેમમાં કૂદી ગયો :
વિગતો મુજબ રાજકોટમાં રહેતો ૨૧ વર્ષનો શુભમ બગથરિયા સીએનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે શુભમ આજી ડેમ પહોંચ્યો હતો અને પોતાના ફોનમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલે છે, ‘બહુ મહેનત કરી મેં, આ પગલું ઉઠાવવા માટે હું મજબૂર છું. કારણ કે મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી. આજી નદી છે…
હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેના ૬૫ હજાર રૂપિયા, હર્ષના ૩૦ હજાર, અશ્વિનભાઈના ૨૦ હજાર અને ૧૫ હજાર તેના શેઠના ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો કારણ છે કેટલાય. જિંદગીથી થાકી ગયો છું હું, બહુ થઈ ગયું. પપ્પા-મમ્મી આઈ લવ યુ… હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો.
પિતાએ સાંજે ફોનમાં વીડિયો જોતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ :
શુભમે વીડિયો બનાવીને તેના પિતાને મોકલ્યો હતો. પરંતુ પિતાનું ઈન્ટરનેટ બંધ હોવાથી સાંજે ૦૭ વાગ્યે નેટ શરૂ કરતા જ વીડિયો જોયો અને પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બાદ પરિવાર આખી રાત યુવકને શોધતો રહ્યો. આજે સવારે લોકેશન મળતા આજી ડેમમાં યુવકની સવારથી શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-
- આ ક્રિકેટરે પણ કરી ઈદની કુર્બાની, ૦૪ કરોડનો આખલો ખરીદીને ગરીબોને આપ્યો, વીડિયો વાયરલ
- બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી ‘પિતા’ માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી કે ….