- સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના ત્રીજા માળે આગ લાગી હતી.
સવારના સમયે આગ લાગતા રત્ન કલાકારોમાં ડરનો માહોલ સર્જાયો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓએ હાઈડ્રોલિક સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન બળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાન હાનીનો બનાવ સામે આવ્યો નથી.
સવારના સમયે આગ લાગી :
ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામને હીરાની કંપની આવેલી છે. જેમાં રાધે નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળ આવેલા છે. રાધે નામના બિલ્ડીંગના ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઊઠી હતી. સવારના ૮.૩૭ ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
હાઈડ્રોલિકનો ઉપયોગ કરાયો :
ત્રીજા માળે લાગેલી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાતી હતી. જેથી ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઈડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સંપથ સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો :-
- જુલાઈના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે આ ૨ કાર ; એક MPV, બીજી SUV
- આ દરગાહમાં ભૂત-પ્રેતને સજા તરીકે અપાય છે ફાંસી ! જિન્ન ભગાડવાનો પણ કરાય છે દાવો