જુલાઈના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે આ ૨ કાર ; એક MPV, બીજી SUV

Share this story
  • જુલાઈ મહિનામાં ઘણી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાંથી બે કાર (એક MPV અને એક SUV) જુલાઈના પહેલા સપ્તાહમાં જ લોન્ચ કરવામાં આવશે.

જુલાઈ મહિનામાં ઘણી કાર લોન્ચ થવા જઈ રહી છે. જેમાંથી બે કાર (એક MPV અને એક SUV) જુલાઈના પહેલા સપ્તાહમાં જ રજૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ૪ જુલાઈના રોજ કિયા તેના સેલ્ટોસનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરશે અને પછી તેના બીજા જ દિવસે ૫ જુલાઈના રોજ મારુતિ સુઝુકી તેની Invicto MPV લોન્ચ કરશે જે Toyota Innova Highcross પર આધારિત હશે.

Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ :

Kia નેક્સ્ટ જનરેશન સેલ્ટોસ ૪ જુલાઈના રોજ લોન્ચ કરશે. રસ ધરાવતા ખરીદદારો રૂ.૨૫૦૦૦ની પ્રી-બુકિંગ રકમ સાથે તેને બુક કરી શકે છે. વર્તમાન મોડલની તુલનામાં ૨૦૨૩ કિયા સેલ્ટોસ ફેસલિફ્ટના ડિઝાઈન તત્વો બદલાયેલા દેખાશે. જો કે મૂળ ડિઝાઈન જાળવી રાખવામાં આવશે. અંદરથી કારમાં નવી 10.25-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળવાની અપેક્ષા છે. ત્રણ એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે.

Maruti Invicto :

મારુતિ સુઝુકી ૫ જુલાઈના રોજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત પ્રીમિયમ ૭-સીટર MPV ઈન્વિક્ટો લોન્ચ કરશે. કાર નિર્માતાએ પહેલેથી જ ₹૨૫૦૦૦ની કિંમતે કાર માટે બુકિંગ શરૂ કરી દીધું છે. તેને પોર્ટફોલિયોમાં XL6ની ઉપર મૂકવામાં આવશે. Invicto એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે – Alpha +, જે મજબૂત હાઇબ્રિડ સેટઅપમાં હશે. તે ૨.૦-લિટર, ચાર-સિલિન્ડર પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન દ્વારા સંચાલિત કરવામાં આવશે. મારુતિની આ સૌથી મોંઘી કાર હશે.

આ પણ વાંચો :-