- ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ રહ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં ૧૦.૫ ઈંચ વરસાદ રહ્યો છે. ૧૦ ઈંચ વરસાદથી આખું જુનાગઢ પાણી પાણી થયું છે.
હવામાનની આગાહીને પગલે જુનાગઢ જિલ્લામાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની વકી છે. સમગ્ર ભેસાણ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેંસાણની જીવાદોરી સમાન ઉબેર નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતો માની રહ્યા છે વાવણી પછીના પાકોમાં આ વરસાદથી ખૂબ જ ફાયદો થશે.
આ પણ વાંચો :-