- બકરી ઈદમાં કુરબાની માટે લાવવામાં આવેલી એક ભેંસે ભારે હોબાળો મચાવ્યો હતો. ભેંસને ટ્રકમાં લાવવામાં આવી હતી.
ટ્રક ખોલતાની સાથે જ તે કૂદી નીચે આવી અને દોડવા લાગી હતી. અને ત્યાં હાજર લોકોને કચડી નાખ્યા હતા.આ ઘટનાથી ભરચક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. ભેંસને કાબૂમાં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારમાં બકરી ઈદ પર કુરબાની માટે એક ટ્રકમાં ભેંસ લાવવામાં આવી હતી. લોકોએ ટ્રકનો દરવાજો ખોલતાની સાથે જ ભેંસ કૂદી પડી હતી. આ જોઈને સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ભેંસ ટ્રકની પાછળ ઉભેલા ટોળા તરફ દોડી હતી.
આ દરમિયાન ભેંસ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ત્યાં પણ તોડફોડ કરી હતી. લોકોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભેંસ બધાને કચડીને જતી રહી. આ દરમિયાન અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવાય છે કે લાંબા સમય પછી જ્યારે ભેંસ થાકી ગઈ તો તેને બાંધી દેવામાં આવી.
આ પણ વાંચો :-