- બાંગ્લાદેશની સગીર વયની બાળકીને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અંગે બાળકીના નિવેદનના આધારે પોલીસે તપાસ કરતાં એક મહિલા સહિત ૩ આરોપીઓને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવમાં એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી દેહ વ્યાપાર માટે આંતરરાષ્ટ્રીય ગેંગ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળાને બંગાળથી ટ્રેનમાં બેસાડાયેલી :
સગીરાએ કાપોદ્રા પોલીસને જણાવ્યું હતું કે, તેણીને મિત્ર જોયેલનાએ તેઓના મિત્ર હશન ઉર્ફે રાજુ તથા જમાલ મારફતે કોલકાત્તા હાવડા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી અમદાવાદ મણીનગર રેલવે સ્ટેશન ખાતે ઉતારી હતી. ત્યાં જમાલ નામના ઈસમે આવીને લઈ ગયો અને કહ્યું કે તારે અહિં સેક્સ વર્કરનું કામ કરવાનું છે. ત્યારે સગીરાએ કહેલું કે મારે આવું કામ નથી કરવું વતન જતું રહેવું છે. જેથી તેને માર માર્યો હતો. જેથી સગીરા ત્યાંથી નાસી ગઈ હતી.
મદદ કરનાર મહિલાએ પણ એ જ ધંધામાં ધકેલી :
સગીરાએ જમાલના કબ્જામાંથી ભાગી સોનિયા નામની મહિલા સાથે ઓળખાણ કરી હતી. બાદમાં સોનિયા તેણીને અમદાવાદથી સુરત લાવી હતી. સોનિયા પણ સગીરાને સેક્સવર્કરના ધંધામાં ધકેલવા ઈચ્છતી હતી. જેથી સગીરા સોનિયાની ચુંગાલમાંથી છૂટીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં તેણીએ પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે એક બાદ એક આરોપી ઝડપ્યા :
પોલીસે તપાસ હાથ ધરતાં સગીરા બાંગ્લાદેશની અને તેના પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાને હશન ઉર્ફે રાજુએ બાંગ્લાદેશના સોયેબ તથા તેની બહેન રાશીદાના કોન્ટેક્ટથી સગીરાને અમદાવાદ જમાલ પાસે પ્રથમવાર શારીરિક સંબંધ બંધાવ્યો હતો. બાદમાં અમદાવાદમાં સેક્સ વર્કર તરીકે કામ કરાવ્યું હતું. સુરતની સોનિયા ઉર્ફે સલીમા સૈફુદ્દીને આતાબબાલી સરદારનાને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી લીધી હતી. ત્યારબાદ મોમ્મદ જમાલ ઉર્ફે જમીલ મોહમ્મદ ફજલુ ઉર્ફે ફાજુલ મંડલ અને અરવિંદ અમૃત પારેખ જે સ્પાનો માલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હસન ઉર્ફે રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો :-