- ભારતીય ટીમના યુવા સ્ટાર વિકેટકીપર ખેલાડી રિષભ પંત હાલ અકસ્માત બાદ રિકવર થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રિષભ પંત પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં મોટો ફેરફાર કર્યો છે.
પંતે બીજી ડેટ ઓફ બર્થ ૦૫/૦૧/૨૩ લખી છે. પરિણામે ટ્વિટરમાં રિષભ પંત (Rishabh Pant) ટ્રેન્ડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રિષભ પંત ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. જેના પગલે સ્થાનિલ લોકોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં પંતની સર્જરી કરવામાં આવી હતી. પંતની રિયલ ડેટ ઓફ બર્થ ૪ ઓક્ટોબર ૧૯૯૭ છે.
અકસ્માત બાદ પંતની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પંતે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કોઈના ટેકા વગર સીડી ચડી રહ્યો હતો. અમુક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંત આગામી વર્લ્ડ કપમાં વાપસી કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે પંતે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી. જેમાં મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ જોવા મળ્યા હતા. કેએલ રાહુલ પણ પોતાના રિહેબને કારણે આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.
IPL ૨૦૨૩માં એક મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલના પગમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા રાહુલે સર્જરી કરાવી હતી. આ સિવાય ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટસમેન શ્રેયસ અય્યર પણ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર છે. પીઠની ઈજાને કારણે બુમરાહ અને ઐય્યરે સર્જરી કરાવી હતી.
આ પણ વાંચો :-