- સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું ૧૦૩ વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી.
શું તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં લોકોને નાચતા જોયા છે? પરંતુ સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થયેલા જોવા મળશે જ્યાં લોકો મૃત્યુની ઉજવણી કરતા જોવા મળી છે. ત્યારે સુરતમાં પણ એક અનોખી સ્મશાનયાત્રા નીકળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
મહત્વનું છે કે જે મૃત્યુ પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ મરસિયા ગવાય અને કરૂણ રૂદન કરાતું હોય છે પરંતુ સુરતના કરંજ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. કરંજ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતાં.
સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું ૧૦૩ વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી. દિવાળી બેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો :-
- હસતો-રમતો પરિવાર વિખેરાયો : થરા હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્ની અને દીકરીનું મોત
- સુરતમાં રાત્રે વરસાદની બેટિંગ : કોર્પોરેશનના વહીવટની ખુલી પોલ