હાપા માર્કેટ યાર્ડમાં જીરુંનો જલવો ! સેન્સેક્સની જેમ અત્યાર સુધીના રેકોર્ડનો ઐતિહાસિક ભાવ બોલાયો

2 Min Read
  • હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના પગલે એક ખેડૂતને ૧૧૮૦૦ રૂપિયા મણનો ભાવ જીરુનો મળ્યો છે. જે હાપા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીનો સૌથી રેકોર્ડ બ્રેક અને ઐતિહાસિક ભાવ છે. બે દિવસ પહેલા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના એક ખેડૂતને ૧૦૨૨૫ જીરૂના મણનો ભાવ મળ્યો હતો.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગત આપતા જણાવ્યું કે, આપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે જીરું ના પાકની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જેવી રીતે શેર બજારમાં સેન્સેક્સ સતત ઉછળતો હોય અને બજારમાં બોલબાલા હોય તેવી રીતે જામનગર પંથકમાં જીરુંની હાલ બોલબાલા છે અને જીરૂનો જમાનો આવ્યો છે.

જોકે જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ૧૦૦૦૦ થી ઉપરનો ભાવ જીરુંનો ખેડૂતને મળ્યો છે. આમ જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ અને હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જીરુંનો ઊંચો ભાવ મેળવી રહ્યા છે. જામનગર પંથકમાં જીરુંનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે અને ખેડૂતોએ માવજત કરી સારું બિયારણ વાપરી અને આ જીરુંનો પાક પકવ્યો છે. જેના કારણે જીરુંનો ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેના પગલે હાલારના ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article