સુરતમાં લગ્નના દિવસે દુલ્હનને મળ્યું મોત, પિતરાઈ ભાઈએ આવીને ચાકુથી હુમલો કર્યો

Share this story
  • સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે. લગ્નની હલદી સમારોહમાં પિતરાઈ ભાઈએ આવીને ચાકુથી હુમલો કર્યો.

સુરતના લિંબાયત વિસ્તારમાં ચકચારી બનાવ બન્યો છે. આરડી ફાટક પાસે આયોજિત એક લગ્નના મંડપમાં જ દુલ્હનની હત્યા કરવામાં આવી છે. યુવતીએ પરિવાર વિરુદ્ધ લગ્ન કરતા સંબંધી ભાઈએ તેની લગ્નના દિવસે જ હત્યા કરી છે. કુંભી પાટીલ સમાજની યુવતીના માળી સમાજના યુવક સાથે લગ્ન હતા.

પરિવાર વિરુદ્ધ લગ્ન કરતા લગ્નના એક દિવસ પહેલા જ ભાઈએ ચપ્પુથી તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં દુલ્હનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર બાદ હોસ્પિટલમાં દુલ્હનનું મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ લિંબાયત પોલીસ સ્થળે દોડી આવી હતી. હત્યારા ભાઈ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે. પરિવારની વિરુદ્ધમાં યુવતીએ પ્રેમી સાથે કોર્ટમેરેજ કરી લીધા બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ દરમિયાન લગ્નના એક દિવસ પહેલા હલદીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેને લઇ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલાં જ તે મોતને ભેટી હતી. તો બીજી તરફ હુમલો કરનાર તેના પિતરાઈ ભાઈને સ્થાનિકો દ્વારા પકડી પોલીસની હવાલે કર્યો હતો.

ઘટના અંગે લિંબાયત પોલીસને જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નમંડપમાં દુલ્હનના પિતરાઈ ભાઈએ જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની બહેનની હત્યા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-