- રાજ્યમાં ફરી એકવાર રખડતા ઢોરના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરામાં એક વ્યક્તિનું રખડતા ઢોરે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. ત્યારે હવે જામનગરમાં રસ્તે જતા માતા-પુત્ર પર ઢોરના હુમલાનો બનાવ બન્યો છે.
જેમાં દીકરાને બચાવવા જતા માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ અને હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગાયના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
શેરીમાં ચાલતા જતા મા-દીકરા પર ગાયનો હુમલો :
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ નંબર ૫૩માં વિદ્યાબેન ચિરાગભાઈ શેઠિયા નામની એક મહિલા પોતાના પુત્ર સાથે ગલીમાંથી નીકળી રહી હતી. ત્યારે જ સામેથી રખડતું ઢોર આવે છે અને બાળક અને મહિલા પર હુમલો કરી દે છે. મહિલાએ ગમે તેમ કરીને પોતાના બાળકને છોડાવીને બચાવી લીધો. પરંતુ ગાયે તેના પર હુમલો ચાલુ રાખ્યો અને પગ વડે આખું શરીર ખૂંદતી રહી. જેમાં મહિલાને મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉપરાંત ચહેરામાં મોટો ચીરો પણ પડી ગયો છે.
લગભગ ૪૦ સેકન્ડ સુધી મહિલાને ગાય ખૂંદતી રહી. જોકે સ્થાનિકોએ પાણી છાટતા અને લાકડી ફેંકતા આખરે ગાય ત્યાંથી ભાગી ગઈ હતી. મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે ગાયના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો :-