- જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમે સેકન્ડરી ફોન તરીકે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કેટલાક શાનદાર વિકલ્પો લાવ્યા છીએ જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જશે.
મોટાભાગના લોકો જેનું કામ કોલિંગ સંબંધિત હોય છે તેઓ ફીચર ફોનને સેકન્ડરી ફોન તરીકે પોતાની પાસે રાખે છે. તેની પાછળ એક મોટું કારણ છે. જોકે આ ફોન ઓપરેટ કરવામાં ઈઝી હોય છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. આ સાથે તે ખૂબ મજબૂત અને વ્યાજબી પણ હોય છે.
તેથી જ લોકો તેનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે પણ સ્માર્ટફોન છે અને તમે સેકન્ડરી ફોન તરીકે ફીચર ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આજે અમે તમારા માટે કેટલાક શાનદાર વિકલ્પો લાવ્યા છીએ જે તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જશે.
Lava Hero 600i (કિંમત 849 રૂપિયા)
આ એક પાવરફુલ અને એફોર્ડેબલ ફીચર ફોન છે. જેમાં ગ્રાહકોને લાઇટ વેટવાળી ડિઝાઈન તો મળે છે સાથે જ ફોનમાં 10 પ્રાદેશિક ભાષાઓ માટે સપોર્ટ, ઓટો કોલ રેકોર્ડિંગ ફીચર, વાયરલેસ એફએમ (રેકોર્ડિંગ ફીચર સાથે) અને 32 જીબીની એક્સપાન્ડેબલ મેમરી પણ મળી જાય છે. આ એક મજબૂત ડિઝાઇનવાળો ફોન છે.
IKALL (કિંમત 839 રૂપિયા)
IKALL K52 ફોનમાં ગ્રાહકોને સ્ટાઈલિશ અને મજબૂત ડિઝાઈન મળી જાય છે સાથે જ આ ફોનમાં ગ્રાહકોને કૉલ રેકોર્ડિંગ અને કિંગ વોઈસની સુવિધા પણ જોવા મળે છે. આ ફોન વજનમાં હલકો છે અને તેને કેરી કરવો ખૂબ જ સરળ છે.
IKALL K3310 (કિંમત 744)
આ ફોન ડયુઅલ સિમને સપોર્ટ કરી શકે છે. આ સ્થિતિમાં જો તમારી પાસે એક્સ્ટ્રા સિમ કાર્ડ હશે તો તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય અને તમે તેમાં બીજું સિમ કાર્ડ પણ ઈન્સ્ટોલ કરી શકો છો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફોનમાં 1000mAH બેટરી ઉપલબ્ધ છે સાથે જ તેમાં 1.8 ઈંચની ડિસ્પ્લે પણ મળી જાય છે.
IKALL K20 (કિંમત 929 રૂપિયા)
IKALL K20 નો આ ફીચર ફોન ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. ફીચર ફોન હોવા છતાં, તે એકદમ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ છે. આમાં ગ્રાહકોને 1.8-ઈંચની ડિસ્પ્લે મળે છે, તેની સાથે ગ્રાહકોને ડયુઅલ સિમ કાર્ડ પણ મળે છે. ગ્રાહકોને ફોનમાં 2500 mAh બેટરી પણ મળે છે. આ બેટરીના કારણે તમે ફોનને બે દિવસ સુધી ચલાવી શકો છો.
આ પણ વાંચો :-