- ગુજરાતમાં ચોમાસાએ તોફાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી મોસમનો સરેરાશ ૧૩.૪૫ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગે આગામી ૨૮થી ૩૦ જૂન દરમિયાન નવસારી- વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવાયો છે અને તમામ ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
ચોમાસાએ ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યને આવરી લીધું :
દેશમાં નૈઋત્યનું ચોમાસુ ગત વર્ષ કરતા એક સપ્તાહ મોડું ૮ જૂને બેઠુ હતું અને ૧૧થી ૨૨ જૂન સુધી તો મહારાષ્ટ્ર કાંઠે અટકી ગયું હતું. આમ છતાં ૨૩ જૂનથી આજ સુધીમાં સ્પીડ વધારીને મેઘરાજાએ ગુજરાતમાં વાવણીનો સમય સાચવી લીધો છે. સમગ્ર રાજ્યમાં ૩૦ જૂન સુધીમાં ચોમાસુ બેસે છે તેના બદલે ૨૭ જૂને સમગ્ર રાજ્યમાં ચોમાસુ પ્રવેશી ગયાનું સત્તાવાર જાહેર થયું છે.
આગામી દિવસોમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી :
28 જૂન: નવસારી- વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિભારે. નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-કચ્છમાં ભારે વરસાદની આગાહી
29 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-સુરત-ડાંગ-તાપીમાં અતિભારે. બનાસકાંઠા-સાબરકાંઠા-પંચમહાલ-દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-રાજકોટ-જૂનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદમાં ભારે વરસાદની આગાહી
30 જૂન: નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં અતિ ભારે. નર્મદા-સુરત-ડાંગ-તાપી-પોરબંદર-જૂનાગઢ-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-