Sunday, Apr 20, 2025

વન ડે વર્લ્ડકપ ૨૦૨૩ના સ્થળ પસંદગી પર વિવાદ ! રાજકોટ-મોહાલી સહિતના આ સ્થળોની કેમ પસંદગી ના થઈ ?

1 Min Read
  • ICCએ ૨૦૨૩ ક્રિકેટ વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ૪૬ દિવસ ચાલનારા વર્લ્ડકપમાં કુલ ૪૮ મેચ અને ૧૨ સ્થળો પર રમાશે.

રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનાર ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી ૧૨ નવેમ્બર વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૫ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે.

વર્લ્ડકપ (World Cup) દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિતની મેચ ૧૨ સ્થળો પર રમાશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધરમશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પૂણે, બેંગલુરૂ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ સિવાય ગુવાહાટી અને તિરૂવનંતપુરમમાં ૨૯ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. હવે સ્થળ પસંદગીને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

મોહાલીને યજમાની ના મળતા પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) ભડક્યું છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ તિરૂવનંતપુરમને યજમાની ના મળતા સવાલ ઉઠાવી ચુક્યા છે. ૨૦૧૧માં બે વેન્યૂ નાગપુર અને મોહાલીને વર્લ્ડકપની મેચ મળી હતી. આ વખતે નાગપુરને પણ યજમાનીની તક આપવામાં આવી નથી.

મોહાલી, નાગપુર સિવાય ઈન્દોર, રાજકોટ, રાંચી જેવા કેટલાક ક્રિકેટ સેન્ટરને મેચ આપવામાં આવી નથી. એમએસ ધોનીની ભારતીય ક્રિકેટમાં જે રીતની પોપ્યુલારિટી છે એવામાં તેના હોમગ્રાઉન્ડ રાંચીને મેચ ના મળતા કેટલાક સ્થાનિક ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે.

આ પણ વાંચો :-

Share This Article