- સતત વરસાદ ના પગલે નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક તેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે.
કાચા મકાનમાં વસવાટ કરતા ગરીબો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી શહેરમાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર માટે વરસાદે મુશેકલી ઉભી કરી છે.
તલાવિયા પરિવારનું કાચું મકાન ધરાશાયી થતાં ઘરવખરી અને સમાનને નુકસાન સાથે ૭ લોકોનો આબાદ બચાવ થયો છે.
સરકારમાં નવા મકાન માટે અરજી આપી હતી પરંતુ અરજી સામે નવું મકાન બની શક્યું ન હોવાને કારણે મકાન પડી ગયું છે. સરકાર અહી સર્વે કરવા આવે એવી માંગ પણ અહી ઉભી થઈ છે.
જિલ્લાનાં પ્રથમ વરસાદમાં મકાન પડી ગયું છે ને હવામાન વિભાગ હજી વધુ વરસાદની આગાહીઓ કરી રહ્યું છે ત્યારે કાચાં મકાનમાં રહેતાં લોકો સામે એક મોટો સવાલ ઊભો થયો છે.