ગુજરાતમાં વરસાદ હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં વરસાદ ઓછો થઈ ગયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એમાં પણ સૌથી વધારે વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો હતો. બાકીના તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.બીજી તરફ હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી નથી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદ નાં આંકડા પ્રમાણે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં શરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.76 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.27 ટકા, સૌરાષ્ટ્રમાં 129.78 ટકા, દક્ષિણ ગુજરાતમાં 129.64 ટકા વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં ગુજરાતના 11 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં માંડ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર ચક્રવાતી તોફાન ‘યાગી’ના અવશેષોને કારણે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. IMD અનુસાર, દિલ્હીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડમાં સક્રિય થયા બાદ ચક્રવાતી તોફાન યાગીના અવશેષો ઉત્તર-પશ્ચિમ તરફ ઝડપથી આગળ વધવાની આશંકા છે, જેના કારણે બુધવારે દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો :-