અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલય બહાર વાહનોમાં તોડફોડ, બીજેપી પર આક્ષેપો

Share this story

લોકસભા ચૂંટણી વચ્ચે અમેઠી બેઠક ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અડધો ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના બહાર આવ્યા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને CO સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કેસની તપાસ ચાલી રહી છે.

કોંગ્રેસે આ ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. યુપી કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ. અમેઠીમાં વહીવટીતંત્રની હાજરીમાં ભાજપના કાર્યકરોએ જિલ્લા કાર્યાલયની બહાર પાર્ક કરેલા ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી હતી. કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલ જી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસીઓ સાથે મળીને બદમાશોનો ત્યાંથી પીછો કર્યો હતો પરંતુ પોલીસ દર વખતની જેમ પ્રેક્ષક બનીને રહી ગઈ હતી કે જાણે બધુ તેમની જ ઉશ્કેરણીથી થઈ રહ્યું છે. યુપી કોંગ્રેસે કહ્યું, ‘ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે, તેથી જ તેણે આવા નીચ અને ક્ષુલ્લક કૃત્યોનો આશરો લીધો છે.

યુપી કોંગ્રેસે કહ્યું કે, ‘ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે, તેથી જ તેણે આવા નીચ અને ક્ષુદ્ર કૃત્યોનો આશરો લીધો છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના ઉગ્ર સિંહો કોઈનાથી ડરતા નથી.”

ટ્વિટર પર પોસ્ટ કરતાં કોંગ્રેસે લખ્યું કે યુપીના અમેઠીમાં સ્મૃતિ અને ઈરાની અને ભાજપના કાર્યકરો ડરી ગયા છે. હાર ભાળી જતાં ભાજપના ગુંડાઓએ લાઠી-દંડા વડે અમેઠીના કોંગ્રેસના કાર્યાલયે હુમલો કરી દીધો. ગાડીઓમાં તોડફોડ મચાવી. અમેઠીના લોકો પર જીવલેણ હુમલો કરાયો. અનેક લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. પોલીસ તંત્ર પણ મૂકદર્શક બનીને જોતું રહ્યું. આ ઘટના સાક્ષી છે કે અમેઠીમાં ભાજપ ખરાબ રીતે હારશે.

આ પણ વાંચો :-