લોકસભા ચૂંટણી ટાણે ઝારખંડમાં EDને મળ્યો નોટોનો પહાડ!

Share this story

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડના મંત્રી આલમગીર આલમના નજીકના સાથીદારના ઘરેથી સર્ચ દરમિયાન મોટી માત્રામાં “બિનહિસાબી” રોકડ જપ્ત કરી છે. આલમગીર આલમ પાકુર સીટથી ધારાસભ્ય છે. EDની કાર્યવાહીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ એક રૂમમાં એક મોટી થેલીમાંથી નોટોના બંડલ કાઢતા બતાવવામાં આવ્યા છે. આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે પછી PMLA હેઠળ છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. ૨૫-૩૦ કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. હજી પણ રોકડની ગણતરી જારી છે.

EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેના નજીકના લોકોના સ્થળો પર કરવામાં આવી રહી છે તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, EDએ ઝારખંડ સરકારના મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મોટો નોટોનો પહાડ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલી રોકડની ગણતરી ચાલુ છે.

EDએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં ચીફ એન્જિનિયરને ત્યાં રૂ. ૧૦,૦૦૦ની લાંચ મામલે દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન તેમનું નેવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંત્રીને ત્યાં એ લાંચના પૈસા પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ આલમગીર આલમનું નામ સૌપ્રથમ વાત આવ્યું. એ તપાસ દરમ્યાન ખાનગી સચિવ સંજીવ લાલનું નામ બહાર આવ્યું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરનારા નોકરને ત્યાંથી આ રોકડ જપ્ત કરવામાં આવી છે.

વીરેન્દ્ર રામ ગ્રામીણ વિકાસ વિભાગમાં મુખ્ય ઈજનેર હતા. ૧૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ, EDએ જમશેદપુરમાં JE સુરેશ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા, જેમાં ૨.૬૭ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. ત્યારે JEએ કહ્યું હતું કે આ પૈસા ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામના છે. આ પછી જ્યારે તપાસનો વ્યાપ વિસ્તર્યો તો EDએ તપાસ શરૂ કરી. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ, EDએ વીરેન્દ્ર રામ અને તેના સહયોગીઓના પરિસરમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વાંધાજનક દસ્તાવેજો ઉપરાંત વીરેન્દ્ર રામના ઠેકાણાઓ પરથી લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિની માહિતી મળી આવી હતી. તેના સહયોગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકેશ મિત્તલના ઠેકાણેથી રૂ.૯.૪૬ લાખની જૂની નોટો અને નોટબંધી પહેલાંના વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ પછી ૨૩ ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-