તંત્રનાં ભરોસે ન રહેતાં અમદાવાદીઓ ! અમદાવાદીઓને સાવધાન કરતી અંબાલાલની આગાહી

Share this story
  • જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતીમાં પાણી આવવાની પૂરી સંભાવના છે. હાલમાં સાબરમતીમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રખાયું છે.

ગુજરાતમાં વરસાદ ખમૈયા કરશે ના હવામાન વિભાગના રિપોર્ટ વચ્ચે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ વિકમાં વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતીમાં પાણી આવવાની પૂરી સંભાવના છે.

હાલમાં સાબરમતીમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રખાયું છે. જો આ લેવલ તંત્રએ જાળવ્યું અને ઓગસ્ટમાં સાબરમતિમાં પાણી આવ્યું તો અમદાવાદની હાલત બગડી શકે છે. હાલમાં જ ૩થી ૪ ઈંચ વરસાદમાં અમદાવાદમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. અંબાલાલે આગાહી કરી છે કે ઓગસ્ટના પ્રથમ વિકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે અને સાબરમતિમાં પણ પાણી આવશે.

જો ધરોઈમાંથી પાણી છોડવા જેવી નોબત આવી તો અમદાવાદીઓની સ્થિતિ બગડી જશે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ અત્યારથી પાણી ભરાય એ પહેલાં સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે હાલના સંજોગોમાં તંત્રના ભરોસે રહેવું એ અઘરું છે.

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ,  બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે.

આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે. અત્યાર સુધીનો ગુજરાતમાં સીઝનલ વરસાદનો ૮૩% વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ ૨૦% વધુ રહ્યો છે અને કુલ ૧૨૦% વરસાદ પડયો છે.

આ પણ વાંચો :-