ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

Share this story
  • ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. જૂનાગઢના ભેસાણ અને પાટણના સરસ્વતીમાં સૌથી વધુ ૦૪ ઈંચ વરસાદ ખાબક્યો. તો પોરબંદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ.

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રથી અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઈવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

પંજાબના અમૃતસરથી નાસપતિના ફળ ભરીને અમદાવાદ જતા ટ્રકે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડામાં પલટી મારી હતી જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ નાસપતિ ફળની પેટીઓ પાણીમાં પલળી જતા ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે જોકે હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો અને બાઈક ચાલકો હાઈવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી છે. અવારનવાર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે હાઈવે ઉપરથી જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે. જોકે તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો, આખું ઉત્તર ગુજરાત જળબંબાકાર

પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઈવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે હાઈવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

એક સ્થાનિકે કહ્યું કે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે મોટા ખાડા પડી જવાથી વર્ષમાં ૫૦ જેટલા વાહનો પલટી મારે છે. સ્કૂલે જતા બાળકો અટવાઈ જાય છે. હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામ થાય છે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અમે બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી હાઈવે ઓથોરિટીની ઓફિસ સામે જ છે પણ કઈ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-