રાહુલ ગાંધીને મોટો ફટકો, માનહાની કેસની સજામાં ના મળ્યો સ્ટે

Share this story
  • મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (૦૭ જુલાઈ) સવારે ૧૧ વાગ્યે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામેની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જજ હેમંત પ્રાચાક આ કેસ નો ચુકાદો આપતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે ની અરજી ફગાવી છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને ૨૩ માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી.

દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે. પરંતુ તેઓ ડરતા નથી.

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા કોંગી નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના ૧૩ કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે.

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે?” કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.

આ પણ વાંચો :-