મહારાષ્ટ્ર ભાજપમાં આંતરીક અસંતોષ ચરમસીમા પર ! શું પક્ષ સાથે છેડો ફાડી નાખશે પંકજા મુંડે

Share this story
  • મહારાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણમાં નવો ટ્વિસ્ટ આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. શિવસેના પછી NCPમાં ફૂટ પડી છે. તો હવે વારો ભાજપનો પણ આવી શકે તેમ છે.

હાલમાં અટકળો એવી છે કે મહારાષ્ટ્રમાં બીજેપીનો યુવા ચહેરો અને પક્ષની રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે પાર્ટી સાથે છેડો ફાડીને બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર પંકજા મુંડેએ દિલ્હીમાં કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. પંકજા ગોપીનાથ મુંડેની દિકરી છે. જેઓ 90ના દાયકાની શરૂઆતમાં મહારાષ્ટ્ર્માં ડે.સીએમ પદ પર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પંકજા મુંડે મહારાષ્ટ્રની ગ્રામીણ વિકાસ, મહિલા તેમજ બાલ વિકાસ મંત્રી હતા.

પંકજા મુંડેએ બે વખત દિલ્હીની મુલાકાત કરી :

અહેવાલ મુજબ પંકજા મુંડેએ બે વખત દિલ્હીની મુલાકાત કરી હતી. પંકજા મુંડેની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને બન્ને નેતાઓ સાથે બહોળી ચર્ચાઓ પણ યોજાઈ હતી. આ સિવાય સૂત્રોના જણાવ્યા અનુસાર સાંગલીમાં એક પ્રમુખ નેતા પંકજા મુંડેને પક્ષમાં સામેલ કરવા માટે સક્રિય રૂપથી શામેલ છે.

હાલના દિવસોમાં અહેવાલ આવી રહ્યા છે કે પંકજા મુંડે પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. એ જગજાહેર છે કે પંકજા મુંડે અને તેમના પિતરાઈ ભાઈ ધનંજય મુંડે વચ્ચે રાજનીતિક સ્પર્ધા સતત આક્રમક રહી છે. ધનંજય મુંડે પહેલાં જ મંત્રી પદની શપથ લઈ ચૂક્યા છે. જ્યારે પંકજા મુંડે હાલમાં મહાસચિવ પદ પર છે.

આ પણ વાંચો :-