- સુરતમાં રખડતા પશુઓના ત્રાસ પર કોઈ જ અંકુશ ન આવ્યો હોય તેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે.
નવાગામ વિસ્તારમાં મોપેડ પર નીકળેલા પરિવારને આડે પશુ આવી ગયું હતું. જેથી મોપેડ સવાર મહિલાને શીગડે ચડાવીને રોડ પર પટકી હતી. જેથી મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે મોપેડમાં સવાર પતિ અને બાળકોને કોઈ ઈજા પહોંચી નહોતી.
નવાગામના સરસ્વતી નગરમાં રહેતા પ્રકાશભાઈ ગજ્જર (ઉ.વ.આ.38)ના ઓરકેસ્ટ્રાનુ કામકાજ કરે છે. તેઓ પત્ની કુસુમ અને પુત્ર આર્યન અને દીકરી કરુણા સાથે મોપેડ પર નીકળ્યા હતાં. આ દરમિયાન રાત્રિના સમયે ઘર તરફ પરત ફરતાં ત્યારે સીએનજી પંપવાળા રોડ પર ગાર્ડન પાસે ચાર રસ્તા પર દોડતા આવેલા પશુએ મોપેડમાં સવાર મહિલાને શીગડે ચડાવતા તેણી રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી.
પશુએ અડફેટે લેતા મોપેડનું સંતુલન પણ બગડ્યું હતું. ચિંગડે ચડેલા કુસુમબેનને કમર અને માથાના ભાગે આંતરિક ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર મોટી સંખ્યામાં પશુઓ રખડતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો :-