- સોનાક્ષીએ એક સ્ટંટ ટ્રાય કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે દરમિયાન તે એક અકસ્માતનો ભોગ બની હતી.
સોનાક્ષી સિંહાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. જેમાં અભિનેત્રી એડવેન્ચર માટે તૈયાર થતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં સોનાક્ષી પોતાની જાતને મજબૂત રીતે તૈયાર કરી રહી છે. આ પછી કેબલ (ઝિપ લાઈન) ની મદદથી તે પોતાને એક પર્વતથી બીજા પર્વત પર લઈ જવા માટે તૈયાર છે. ત્યારે સોનાક્ષી સાથે એક રમુજી ઘટના બને છે.
સ્ટંટ કરતી વખતે સોનાક્ષી સાથે શું થયું ?
વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે સોનાક્ષી વેલી ક્રોસિંગ (ઝિપ લાઈન) માટે તૈયાર છે, આ માટે તે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આ ઉત્તેજનામાં જ્યારે તે પોતાની જાતને પાછળની તરફ ધકેલી દે છે, ત્યારે તેને તેના બમ પર જોરદાર વાગે છે. આ દરમિયાન વીડિયો મેકર પણ જોરથી હસવા લાગે છે અને સોનાક્ષી પણ શરમ અનુભવીને હસવા લાગે છે.
આ વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે ફની કેપ્શન આપ્યું છે. સોનાક્ષીએ લખ્યું- ‘હી હી થોડી સી લગી સ્પાઈડર ગર્લ’. વીડિયોમાં આગળ જોવા મળે છે કે જ્યારે સોનાક્ષી અધવચ્ચે પહોંચે છે ત્યારે તે સ્પાઈડર મેન જેવો પોઝ આપતી જોવા મળે છે.
વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર હસી પડ્યા :
સોનાક્ષીનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો પેટ પકડીને હસતા જોવા મળ્યા હતા. જ્યારે ઝાકિર ખાને આ વીડિયો જોયો તો તે પણ પોતાના હાસ્યને કાબૂમાં ન રાખી શક્યો અને કોમેન્ટમાં કહ્યું- હાહાહાહા. સોનાક્ષીના વીડિયો પર ટિપ્પણી કરતા મનીષા કોઈરાલાએ કહ્યું- ઓહ શું મજા આવી. સંજીદા શેખે પણ પ્રતિક્રિયા આપતા લખ્યું- હાહાહાહા.
આ પણ વાંચો :-