- ઈન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટવિટર પેઈડ થયા પછી મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટવિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ટવિટરની ટક્કરમાં મેટા ઓન્ડ ઈન્સ્ટાગ્રામે પોતાની નવી એપ થ્રેડ લોન્ચ કરી છે. આ એક નવી સોશિયલ નેટવર્કિંગ એપ છે. તેની સીધી સ્પર્ધા ટવિટર સાથે થશે. થ્રેડ એપ્લિકેશન ટવિટર જેવી જ છે. સાથે જ તેમાં ઈન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટવિટર પેઈડ થયા પછી મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટવિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ક્યાં કરશો ડાઉનલોડ :
થ્રેડ એપ્લિકેશન iOS અને Android પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એટલે કે તેને એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય યુઝર્સ ડેસ્કટોપ પર સાઈટ પરથી થ્રેડનો ઉપયોગ કરી શકશે.
થ્રેડના મહત્વપૂર્ણ પોઈન્ટ :
– યૂઝર્સ થ્રેડ પર વધુમાં વધુ ૫૦૦ અક્ષરો પોસ્ટ કરી શકશે. આ સાથે યુઝરને ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટવિટર પર ફોટો અને વીડિયો અપલોડ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું હતું. યુઝર્સ થ્રેડ એપ પર 5 મિનિટ સુધીના વીડિયો પોસ્ટ કરી શકશે.
– યૂઝર્સ જો તમે Instagram યૂઝર્સ છો. તો તમારે થ્રેડો માટે અલગ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તમારે ફક્ત થ્રેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે. આ પછી એપ આપોઆપ લોગીન થઈ જશે. આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી.