- પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં અનેક લોકો પૈસા રોકતા હોય છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રૂપિયા ડુબવાની કોઈ ચિંતા હોતી નથી અને વ્યાજ પણ સારું મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેને પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવાય છે તેનું વ્યાજ બેંક એફડી કરતા પણ વધારે હોય છે.
સરકારે જુલાઈથી સપ્ટેમ્બર માસ માટેની કેટલીક સ્મોલ સેવિંગ સ્કીમમાં વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેમાં પોસ્ટ ઓફિસની એક અને બે વર્ષની ટાઈમ ડિપોઝિટ અને પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવામાં આવ્યો છે. સરકારે પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસપત્ર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામા વ્યાજમાં કોઈ ફેરફાર કર્યા નથી.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં અનેક લોકો પૈસા રોકતા હોય છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રૂપિયા ડુબવાની કોઈ ચિંતા હોતી નથી અને વ્યાજ પણ સારું મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ જેને પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવાય છે તેનું વ્યાજ બેંક એફડી કરતા પણ વધારે હોય છે.
ભારતનો કોઈપણ વયસ્ક નાગરિક પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકે છે. બાળકના નામ પર માતા પિતા પણ આ એકાઉન્ટ ખોલી શકે છે. આ ખાતામાં ઓછામાં ઓછા હજાર રૂપિયા જમા કરાવવા પડે છે વધુમાં વધુ રકમ જમા કરવા માટે કોઈ જ મર્યાદા નથી.
પોસ્ટ ઓફિસની આ યોજના પર વ્યાજ દર 6.8% થી વધારી 6.9% કરવામાં આવ્યું છે. એટલે કે તમે હવે આ યોજનામાં એક વર્ષ માટે 10,000 રૂપિયા લગાવો છો તો મેચ્યોરિટી પછી તમને 10,708 મળશે.
સાથે જ પોસ્ટ ઓફિસની બે વર્ષીય ટાઈમ ડિપોઝિટ પર પણ વ્યાજ દરમાં વધારો થયો છે. આ યોજના પર હવે 6.9% ને બદલે 7% વ્યાજ મળશે. એટલે કે જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 10000 રૂપિયા લગાવે છે તો તેને મેચ્યોરિટી પર 11,489 મળશે.
પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર પણ વ્યાજ વધારવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ માં 6.2% થી વધારી વ્યાજદર 6.5 ટકા કરવામાં આવ્યું છે. જોકે ત્રણ વર્ષીય ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. જો તમે ત્રણ વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં 10,000 જમા કરો છો તો એફડી મેચ્યોર થશે ત્યારે તમને 12,314 રૂપિયા મળશે.
આ પણ વાંચો :-