પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપી સેવા

Share this story
  • પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા અમૃતસરના સુવર્ણ મંદિર ગયા હતા. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા અમૃતસરના સુવર્ણ મંદિર ગયા હતા. જે બાદ કપલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે પરિણીતી અને રાઘવનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગુરુદ્વારામાં એકસાથે વાસણો ધોતા જોવા મળે છે.

પરિણીતી ચોપરા અને રાઘવે સુવર્ણ મંદિરમાં સેવા આપી !

પરિણીતી ચોપરા વિડિયો અને રાઘવ ચઢ્ઢાનો એક નવો વિડિયો તાજેતરમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા તેમના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પરિણીતી અને રાઘવ અન્ય ભક્તો સાથે ગુરુદ્વારામાં પૂજા કર્યા બાદ સેવા કરતા જોવા મળે છે.

વીડિયોમાં પરિણીતી અને રાઘવ લંગરના વાસણો ધોતા જોઈ શકાય છે. સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચેલા પરિણીતી અને રાઘવ એકદમ સિમ્પલ અંદાજમાં જોવા મળ્યા હતા. જ્યારે પરિણીતીએ ઓફ-વ્હાઈટ સૂટ પહેર્યો હતો. ત્યારે રાઘવે સફેદ કુર્તા પાયજામા સાથે ગ્રે જેકેટ પહેર્યું હતું.

પરિણીતીએ કહ્યું ગોલ્ડન ટેમ્પલની મુલાકાત ખાસ !

અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરના તળાવની સામે જોવા મળી રહી છે. પરિણીતિની આ તસવીર પાછળથી ક્લિક કરવામાં આવી છે. ફોટોમાં અભિનેત્રી અને રાઘવ હાથ જોડીને માથું ઢાંકેલા જોવા મળે છે.

પરિણીતી ચોપરાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું – આ વખતે મુલાકાત વધુ ખાસ હતી કારણ કે તે મારી સાથે હતી. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ મે ૨૦૨૩માં ધૂમધામથી સગાઈ કરી હતી.

આ પણ વાંચો :-