જુલાઈની આ તારીખોએ કંઈક મોટું થશે, અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલની આગાહી

Share this story
  • અષાઢી પૂનમે જોવામાં આવતાં હાંડા પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદનો વરતારો કાઢ્યો. જાણો શું નીકળ્યુ પરિણામ.

હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે. પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે જેને વરસાદનો વરતારો કહેવાય છે. આવા અનેક નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને વાતાવરણની આગાહી કરે છે.

અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન :

ગઈકાલે અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોવામાં આવ્યો હતો. જેના પરથી આગામી દિવસોમાં વરસાદનો અનુમાન લગાવવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાંડોને જોઈને આગામી (Gujarat Rain Forecast) સમયમાં વરસાદની સ્થિતિ અંગે અનુમાન લગાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂનમનો હાંડો કેટલો ભેજ છે તે દર્શાવે છે. પૂનમમાં મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે બતાવે છે. કાલે વાદળો આછા હતા. આ આછા વાદળો દર્શાવે છે કે સાંજના સમયે સામાન્ય વરસાદ થાય તે બરાબર છે.

પરંતુ અતિભારે વરસાદ હજુ થોડા દિવસ મોડો છે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે. હાંડોને જોતાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરાળ ઓછી થઈ છે. એટલે કે વરસાદ થોડો મોડો થશે.

આવતીકાલથી વરસાદ ધમરોળશે :

આવતીકાલથી ૩ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ૬, ૭ અને ૮ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં ૭ અને ૮ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-