સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા રિક્ષા ફસાઈ

Share this story
  • છેલ્લા ત્રણેક દિવસના ભારે બફરાં અને વરસાદી વિરામ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે.

છેલ્લા ત્રણેક દિવસની ભારે બફરાં અને વરસાદી વિરામ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે નીચાણવાળા વિસ્તાર સહિત ગરનાળામાં પાણી ભરાતા રિક્ષા ફસાઈ હતી.

શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સુરત શહેરના વરાછા, કતારગામ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારે વરસાદ શરૂ થતા સ્કૂલ-કોલેજ તેમજ નોકરી, ધંધે જતા લોકોને રેઈનકોટ તેમજ છત્રીનો સહારો લેવાની ફરજ પડી હતી.

વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ રેલવે ગરનાળુ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.Untitled

અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત ગરનાળામાં એક રિક્ષા પણ બંધ પડી ગઈ હતી. વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-