રિલાયન્સનો મોટો ધમાકો : ૯૯૯ રૂપિયા લોન્ચ કર્યો ૪જી ફોન, પ્લાન પણ મજેદાર

Share this story
  • રિલાયન્સ જીઓ દ્વારા ૯૯૯ ની કિંમતના ૪જી મોબાઈલ લોન્ચ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અનેક સુવિધાથી ભરપુર છે.

રિલાયન્સ જીઓએ માત્ર ૯૯૯ ની કિંમતનો એક મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે 2જી મુક્ત ભારતના પગલે આ ૪જી મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઈલની સાથે જીઓના બે નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનને જીઓ ભારત ફોન એવું નામ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ બેઝિક ફીચર ફોન છે. પરંતુ તેમાં ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકાશે.

ફોનની સાથે જીઓ ના પ્લાન લેવા પડશે. જેની શરૂઆતની કિંમત ૧૨૩ રૂપિયા પર મહિના રાખવામાં આવી છે. ૧૨૩ રૂપિયામાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ૧૪ જીબી ડેટા મળશે .એન્યુઅલ પ્લાન મુજબ યુઝર્સને ૧૨૩૪ રૂપિયા આપવા પડશે. જેમાં ૧૬૮ જીબી ડેટા મળી શકશે. રિલાયન્સ કંપનીના જણાવ્યા અનુસાર જીઓ ભારત ફોનનું ૭ જુલાઈથી બીટા ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. તે પ્રથમ ૬૫૦૦ તાલુકાઓમાં શરૂ કરવામાં આવશે.રિલાયન્સ જીઓ દ્વારા ભારતીય હેડ સેટ મેકર કાર્બન કંપની સાથે પાર્ટનરશીપ કરી અને આ ફોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે :

વધુમાં જીઓ ભારત ફોનમાં યુપીઆઈ પેમેન્ટ સપોર્ટ પણ હશે. પરંતુ જીઓ પે માટે જ હશે એટલે કે જીઓ પેથી જ પેમેન્ટ કરી શકાશે. અન્ય યુપીઆઈમાં ટ્રાન્સ્ફર થઇ શકશે કે નહીં તે મામલે સ્પષ્ટતા કરાઈ નથી. આ ફોનમાં કેમેરા ઉપરાંત જીઓ સિનેમા, જીઓ સાવન અને એફએમ રેડીયો પણ સપોર્ટ કરાશે.

૪.૫ cm ની ડિસ્પ્લે અને ૧૦૦૦ એમએએચની બેટરી તથા ૦.૩ મેગા પિક્સલ કેમેરા તથા ફ્લેશ ટોર્ચ અને ૧૨૮ gb એસડી કાર્ડ લગાવવા સુધીની મર્યાદા અપાઈ છે. સાથે સાથે ૭૧ ગ્રામ વજન અને ૩.૫ છે એમ એમ હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-