- નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારેના રોજ ભૂસ્ખલનને કારણે પર્વત પરથી પડેલા વિશાળ ખડકથી રસ્તા પર પાર્ક કરેલી એક કાર લગભગ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી.
જે કાર પર પહેલા પથ્થર પડ્યો હતો. તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો હેરાન કરે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ શોક વ્યક્ત કર્યો :
આ ભયાનક ઘટના રોડ પર પાછળ ઉભેલા અન્ય વાહનના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવિટમાં તેમણે કહ્યું કે, “આજે સાંજે લગભગ 5 વાગ્યે દીમાપુર અને કોહિમા વચ્ચે નેશનલ હાઈવે પર ખડકો પડતાં ગંભીર નુકસાન થયું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.” આ સ્થળ હંમેશા ‘પાકાલા પહાડ’ તરીકે ઓળખાય છે જે ભૂસ્ખલન અને ખડકોના પડવા માટે જાણીતું છે.
#WATCH | A massive rock smashed a car leaving two people dead and three seriously injured in Dimapur's Chumoukedima, Nagaland, earlier today
(Viral video confirmed by police) pic.twitter.com/0rVUYZLZFN
— ANI (@ANI) July 4, 2023
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે :
અન્ય એક ટવિટમાં મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું, “રાજ્ય સરકાર કટોકટી સેવાઓ પ્રદાન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે.” દરેક મૃતકના નજીકના સંબંધીઓને ૦૪-૦૪ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે અને ઘાયલોને જરૂરી તબીબી સહાય અને મદદ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો :-
- પોલીસની નિષ્ક્રિયતા કે ગુનેગારો બેફામ બન્યાં ? હાથમાં તલવાર લઈને ભયનો માહોલ પેદા કરતાં શખ્સનો વીડિયો વાયરલ
- અજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત