- પોલીસની નિષ્ક્રિયતાથી જ ગુનેગારો માથુ ઊંચકતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક શખ્સ તલવાર લઈને રૌફ પેદા કરતો હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક ટપોરીઓને પોલીસનો જ કોઈ જ ડર ન રહ્યો હોય તે રીતે એક માથાભારે ઈસમ તલવાર લઈને જાહેરમાં ડરનો માહોલ પેદા કરતો હોવાનું સામે આવ્યું છે.
વીડિયોમાં આ શખ્સની ગુંડાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે આ પ્રકારના અસામાજિક તત્વો સામે આકરામાં આકરા પગલાં લેવાની માંગ સાથે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ખુલ્લેઆમ તલવાર સાથે નીકળીને પોતાની દાદાગીરી બતાવનારા આ શખ્સને પોલીસ તેનો પાવર બતાવે તેવી માંગ પણ સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરીને કરી રહ્યાં છે. આ પ્રકારે જો લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવશે તો કાયદા વ્યવસ્થાનું શું થશે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.
આ પણ વાંચો :-